ગૂડનાઇટ ગોલ્ડ ફ્લેશ અને કરીના કપૂર ખાને ડિજિટલ ફિલ્મ માટે જોડાણ કર્યું
મુંબઈ, ભારતની અગ્રણી ઘરગથ્થું ઉપયોગી જંતુનાશક બ્રાન્ડ ગૂડનાઇટે મચ્છરજન્ય રોગો વિશે જાગૃતિ લાવવા નવી ડિજિટલ ફિલ્મ બનાવવા માટે અભિનેત્રી કરીના કપૂર સાથે જોડાણ કર્યું છે. આ ફિલ્મમાં પહેલી વાર કરીનાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દર્શાવવામાં આવ્યું હતું.
આ પહેલ મારફતે ગૂડનાઇટ અને કરીના લોકો મેલેરિયા અને ડેન્ગ્યુ સામે સાવચેતી જાળવે એવું ઇચ્છે છે. આ ફિલ્મમાં ગૂડનાઇટ ગોલ્ડ ફ્લેશ બ્રાન્ડ દર્શાવવામાં આવી છે, જે ભારતનું સૌથી પાવરફૂલ લિક્વિડ વેપરાઇઝર છે, જે મચ્છરો સામે સુરક્ષા આપે છે. મચ્છરો ઘરોના ખૂણામાં છુપાયેલા હોય છે, જે પરિવારજનોના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે.
કરીના કપૂર ખાન ભારતમાં સૌથી વધુ ફોલોઅર ધરાવતાં સુપરસ્ટાર કલાકારો પૈકીના એક છે. બાળકોની કાળજી રાખતી માતા અને પત્ની કરીના એના સંપૂર્ણ પરિવારના સ્વાસ્થ્ય અને સુખાકારીને લઈને અતિ સાવધ રહે છે. કરીના પોતે એના પરિવાર માટે મોસ્કિટો રિપેલ્લન્ટ સોલ્યુશનનો નિયમિત ઉપયોગ કરે છે. એટલે કરીના અને ગૂડનાઇટ વચ્ચેનું જોડાણ એ બ્રાન્ડ માટે ઉપયોગી બનશે, જે મચ્છરો સામે પરિવારોને સુરક્ષિત રાખવા કટિબદ્ધ છે.
આ ડિજિટલ ફિલ્મ વુન્ડરમેન થોમ્પ્સન મુંબઈએ બનાવી છે, જેમાં કરીના એના બાળકોની કાળજી રાખતા ઓરિજિનલ અવતારમાં જોવા મળે છે. ફિલ્મમાં કરીના માસ્ક ધારણ કર્યા વિના બહાર નીકળવું કેટલું જોખમકારક છે એ વિશે વાત કરે છે, કારણ કે આપણે હજુ પણ કોવિડ-19 મહામારીનો સામનો કરી રહ્યાં છીએ.
પણ સાથે સાથે ઘરોના ખૂણાઓમાં છુપાઈને રહેતા મચ્છરોથી રક્ષણ મેળવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તમે મચ્છરોને જોઈ શકતાં નથી, છતાં તેમનો એક ડંખ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો થવા માટે પર્યાપ્ત છે. જોકે અભિનેત્રીએ આ માટે એમના ઘરમાં ઉપયોગી સોલ્યુશન વિશે જાણકારી આપી છે. કરીના એના ઘરમાં ભારતનું સૌથી પાવરફૂલ લિક્વિડ વેપરાઇઝર – ગૂડનાઇટ ગોલ્ડ ફ્લેશનો ઉપયોગ કરે છે, જે મચ્છરોનો નાશ કરવા ફ્લેશ વેપર્સ ઓટોમેટિક સતત છોડવાની એની વિશિષ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
આ જોડાણ વિશે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના ભારત અને સાર્કના સીઇઓ સુનિલ કટારિયાએ કહ્યું હતું કે, “અમને આ જાગૃતિ અભિયાન માટે કરીના કપૂર ખાન સાથે જોડાણ કરવાની ખુશી છે, જે વિશ્વસનિય અને અસરકારક છે. અત્યારે સમગ્ર દેશમાં મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળે છે.
લોકોને અહેસાસ નથી કે, મચ્છરનો એક ડંખ પરિવારના કોઈ પણ સભ્યના સ્વાસ્થ્ય માટે જોખમકારક બની શકે છે. આ ફિલ્મ દ્વારા અમે લક્ષિત વર્ગ સુધી પહોંચવાનો અને તેમને જાગૃતિ કરવાનો પ્રયાસ કર્યો છે. સાથે સાથે અમે દર્શાવ્યું છે કે, ગૂડનાઇટ ગોલ્ડ ફ્લેશ કેવી રીતે મચ્છરો સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે અને સક્ષમ બનાવી શકે છે.
કરીના ભારતના સૌથી વધુ ફોલોઅર ધરાવતી સેલિબ્રિટી પૈકીની એક હોવા ઉપરાંત એના પરિવારને સ્વસ્થ અને સુરક્ષિત રાખવાની કટિબદ્ધતા માટે જાણીતી છે. એક બ્રાન્ડ તરીકે અમે પણ પરિવારોને સતત સુરક્ષા પૂરી પાડીને ખુશ રાખવાનું વિઝન ધરાવીએ છીએ.”
આ પ્રસંગે પોતાના અભિપ્રાય વ્યક્ત કરતાં કરીના કપૂર ખાને કહ્યું હતું કે, “મહામારીએ આપણને શીખવ્યું છે કે, અન્ય કોઈ પણ બાબત કરતાં પરિવાર અને સ્વાસ્થ્ય સૌથી વધુ મહત્વપૂર્ણ છે. ડેન્ગ્યુ અને મેલેરિયાથી પીડિત કોઈ પણ પરિવાર કે વ્યક્તિને જોવાથી મને સૌથી વધુ દુઃખ થાય છે.
હું મારો કે અન્ય કોઈ પણ વ્યક્તિનો પરિવાર બિમારીમાંથી પસાર થાય એવું ઇચ્છતી નથી. લોકોનું સ્વાસ્થ્ય સલામત જળવાઈ રહે એ સુનિશ્ચિતતા કરવા જાગૃતિ લાવવા અને લોકોને સાવચેત કરવાનો ગૂડનાઇટ ગોલ્ડ ફ્લેશ સાથે આ મારો નમ્ર પ્રયાસ છે. હું લોકોને મૂળભૂત સાવચેતીઓ રાખવાની અપીલ કરું છું, જે લાંબા ગાળે દેશને મચ્છરજન્ય રોગોથી મુક્ત કરી શકે છે.”
આ ફિલ્મ પાછળના વિચાર વિશે વુન્ડરમેન થોમ્પ્સન મુંબઈના વીપી અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ સ્ટીવ પ્રિયાએ કહ્યું હતું કે, “આપણે અદ્રશ્ય જોખમથી સતત સાવધ રહીએ છીએ. આપણે આગામી થોડો સમય સ્વસ્થ રહેવા સાવચેતીનું દરેક પગલું લઇશું. પણ આપણે ભૂલી જઈએ છીએ કે, આપણા ઘરોમાં પણ જોખમ હોય છે, જે આપણને દેખાતું નથી કે છુપાઈને રહે છે – ડેન્ગ્યુ માટે કારણભૂત મચ્છર.
આપણે એને જોઈ ન શકે એવું બની શકે છે. અમે ભારતની સૌથી મનપસંદ અને પ્રસિદ્ધ મોમ સાથે જોડાણ કર્યું છે, જેથી સુરક્ષાનો સંદેશ વધુ લોકો સુધી પહોંચાડી શકીએ અને જાગૃતિ લાવી શકીએ. અમે દરેક ઘર દરરોજ ગૂડનાઇટ સાથે ખરાં અર્થમાં સ્વસ્થ રહે એ સુનિશ્ચિત કરીએ છીએ.”
અપગ્રેડ કરેલી હીટિંગ ટેકનોલોજી અને જોઈ શકાય એવી અસરકારકતા સાથે ગૂડનાઇટ ગોલ્ડ ફ્લેશ ભારતમાં લિક્વિડ વેપરાઇઝર કેટેગરીમાં ગેમ-ચેન્જર છે. આ પ્રોડક્ટ વિશિષ્ટ ચિપ-આધારિત ટેકનોલોજી આધારિત નોર્મલ અને ફ્લેશ મોડમાં આવે છે, જે ઓટોમેટિક આ મોડ વચ્ચે સ્વિચ થાય છે. ગૂડનાઇટ ગોલ્ડ ફ્લેશ પ્રથમ 30 મિનિટમાં વરાળ મુક્ત કરે છે અને પછી ઓટોમેટિક નોર્મલ થઈ જાય છે. પાવરફૂલ છતાં સરળ રિપેલ્લન્ટ ઘરોમાં ખૂણાઓમાં છુપાયેલા મચ્છરો સામે સુરક્ષાની ખાતરી આપે છે, જે પરિવારજનોના સ્વાસ્થ્ય માટે જોખમકારક છે.