અફઘાનિસ્તાનની પરિસ્થિતિને અલગ કરીને ન જોવી જોઈએ: ભારત
નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિને અલગ કરીને ન જાેવી જાેઈએ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે યુદ્ધગ્રસ્ત દેશ તરફથી આવી રહેલા જાેખમો અને ધમકીઓને ખૂબ જ કાળજીપૂર્વક જાેવું જાેઈએ.
વિદેશ સચિવ શ્રંગલાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, બે દાયકાની મોંઘી લડાઈ બાદ અમેરિકાએ ૩૧ ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ કરી હતી, પરંતુ હાલમાં જ તાલિબાને દેશની સત્તા પર કબજાે કરી લીધો છે. શ્રીંગલાએ કહ્યું કે, વડાપ્રધાને ખાસ કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિને અલગ કરીને ન જાેવી જાેઈએ.
અફઘાનિસ્તાનથી આવવા વાળી કેટલીક ધમકીઓ એવી છે. જેને આંતરરાષ્ટ્રીય સમુદાયે ખૂબ જ સાવધાનીપૂર્વક જાેવાની જરૂર છે. શ્રિંગલાએ વધુમાં કહ્યું કે અફઘાનિસ્તાન વિશે મજબૂત લાગણી છે, જે યુરોપિયન યુનિયન અને ઇટાલીના ભાગીદારો બંને દ્વારા સમજાય છે.
ઇટાલીના વડાપ્રધાને જી ૨૦ સમિટ દરમિયાન અફઘાનિસ્તાન માટે સમર્થન વધારવા સહિત તેમના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો, જેથી અફઘાનિસ્તાનના લોકો વર્તમાન પરિસ્થિતિની ખરાબ અસરોનો સામનો ન કરે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
શ્રીંગલાએ કહ્યું કે વડા પ્રધાન મોદીએ રેખાંકિત કર્યું કે શાસન કરનારા લોકો અને અફઘાનિસ્તાનના લોકો વચ્ચે તફાવત હોવો જાેઈએ અને ત્યાંના લોકોને માનવતાવાદી સહાય પ્રદાન કરવી જાેઈએ. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન સુધી સીધી અને અવરોધ વિના માનવતાવાદી સહાય પહોંચે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે.HS