મુન્દ્રા ડ્રગ્સ કેસ: હેરોઇન નિકાસ કરનારે અગાઉ મોકલેલા કન્ટેઇનરની NIA દ્વારા તપાસ

ભુજ, મુન્દ્રા ડ્રગ્સ પ્રકરણની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી ની ટીમ ફરી બે દિવસ પહેલા કચ્છ આવી પહોંચી હતી. અફઘાનિસ્તાન થી જે પાર્ટીએ ડ્રગ્સ નો મોટો જથ્થો મુન્દ્રા મોકલ્યો હતો, તેજ પાર્ટીએ અગાઉ વધુ એક કન્ટેનર મુન્દ્રા મોકલ્યું હોવાનું અને તે કેટલાક ડિસ્પ્યુટ ને પગલે હજી મુન્દ્રાના સીએસએફ માંજ પડ્યું હોવાથી તેની તપાસ માટે આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કન્ટેનર ની તપાસમાં જાહેર કરેલી ખજૂર સિવાય શંકાસ્પદ કશું મળ્યું ન હોવાનું જાણવા મળે છે.
ગત મહિને દેશભરમાં ચકચાર જગાવનાર અધધ.. ત્રણ હજાર કિલો હેરોઇન નો જથ્થો ટેલકમ પાવડર હોવાનું જાહેર કરી અફઘાનિસ્તાન થી વાયા ઈરાન બંદરે મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું હતું. ૨૧ હજાર કરોડની કિંમત ના મનાતા આ જથ્થાને ડીઆરઆઈએ ઝડપી પાડ્યું હતું.
જેની તપાસ હાલ એનઆઈએ ચલાવી રહી છે. તપાસમાં ખુલ્યું કે આ ડ્રગ્સ નો જથ્થો અફઘાનિસ્તાન ની હસન હુસૈન કંપનીએ મોકલ્યો હતો. અને આજ કંપનીએ આ વર્ષના માર્ચ મહિનામાં વધુ એક કન્ટેનર મુન્દ્રા મોકલ્યું હતું, જેમાં ખજૂર હોવાનું ડીક્લેરેશન હતું.
આ કન્ટેનર કેટલાક કારણોસર મુન્દ્રા પોર્ટ પર અટકી જતા આગળ નહતું વધી શક્યું અને હજી પણ આશુતોષ સીએસએફ મા પડેલું હતું. એનઆઈએ ને આની જાણ થતા અમદાવાદ થી વિશેષ ટીમ કચ્છ આવી પહોંચી હતી અને મુદ્રાના તે કન્ટેનર ની તપાસ કરી હતી.
આધારભૂત સૂત્રોએ જણાવ્યું કે તેમાં જાહેર કરેલા ખજૂર નોજ જથ્થો મળી આવ્યો હતો. તેના ના ઉપાડવા પાછળ વધુ ડેમરેજ જવાબદાર હોવાની શંકાએ સૂત્રોએ વ્યકત કરી હતી. નોંધવું રહ્યું કે અગાઉ એનઆઈએ ડ્રગ્સ પ્રકરણમા આયાતકાર દંપતી, મુખ્ય વ્યક્તિ અને એક અફઘાની નાગરિક ને પકડી ને અમદાવાદમા રિમાન્ડ મેળવી ચૂકી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી તેની બહુઆયામી તપાસ કરવામાં આવી રહી છે.HS