બાપુનગરમાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા ગઠીયાઓએ રોકડ ભરેલાં પર્સની ચોરી કરી
(પ્રતિનિધિ) અમદાવાદ : રીક્ષા ગેંગોએ (Rickshaw gang in ahmedabad) સમગ્ર શહેરમાં આતંક ફેલાવ્યો છે નાગરીકોને ચપ્પુ બતાવી ઢોરમાર મારી લુંટી લેતા રીક્ષા ચાલક તથા તેના સાગરીતો અમદાવાદમાં બેફામ ફરી રહયા છે પોલીસતંત્ર દ્વારા આવી કેટલીય ગેંગોને ઝડપી પાડવામાં આવી હોવા છતાં ગુના ઘટવાને બદલે સતત વધી રહયા છે આ સ્થિતિમાં વધુ એક બનાવ બાપુનગર Bapunagar ખાતે નોંધાયો છે જેમાં યુવકની નજર ચુકવી તેના પાકિટની ચોરી કરવામાં આવી છે.
મનોજભાઈ રામેશ્વર રાઠોડ (ઉ.૩૦) Manoj Rameshwar Rathod બાપુનગરમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે કેટલાક દિવસો અગાઉ પગારના રૂપિયા સાડા દસ હજાર લઈ મિત્ર સાથે બેંકમાં ભરવા ગયા હતા મનોજભાઈ તથા તેમના મિત્ર એક રીક્ષામાં બેઠા હતા જેમાં અગાઉથી ત્રણ શખ્સો મુસાફરના સ્વાંગમાં હાજર હતા બાપુનગર શ્યામશિખર આવતા રીક્ષાચાલકે તેમને ઉતરી જવાનુ કહીને રીક્ષાચાલકે ભાડું લીધા વગર જ રીક્ષા ભગાવી મુકી હતી.
જેથી મનોજભાઈએ પોતાના ખિસ્સા તપાસતા સાડા દસ હજારની રોકડ ઉપરાંત અન્ય દસ્તાવેજા ભરેલુ પર્સ ગાયબ હતું ગણતરીની મિનિટોમાં જ ચોરી થઈ જતાં મનોજભાઈએ આઘાત લાગ્યો હતો બાદમાં તેમણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. યુવાન પગારના સાડા દસ હજાર રૂપિયા બેંકમાં ભરવા જતો હતો.