દેવુ વધી જતા પિતા-પુત્રએ ઓફિસમાં જ આપઘાત કર્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/sucide-scaled.jpg)
Files Photo
રાજકોટ, દિવાળીને હવે ગણીને પાંચ દિવસ બાકી રહ્યા છે, ત્યાં રાજકોટમાં પિતા પુત્રના એકસાથે આપઘાતના કિસ્સાથી ચકચાર મચી ગઈ છે. રાજકોટના ખોડિયાર ચેમ્બરમાં પિતા પુત્રએ સામુહિક આપઘાત કર્યો છે. બંને પિતા પુત્રએ ઓફિસમાં જ આપઘાત કરતા અરેરાટી ફેલાઈ ગઈ છે.
રાજકોટના એસ ટી ડેપો નજીક આવેલી ખોડિયાર ચેમ્બર્સ આવેલ છે. આ ચેમ્બર્સની એક ઓફિસમાંથી આજે બે મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં પિતા અને પુત્રએ એકસાથે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સહકારનગર મેઇન રોડ પર રહેતા પ્રતાપ ભિમાણી અને તેના પુત્ર વિજય ભિમાણીએ આત્મહત્યા કરી છે. પિતાપુત્ર પર ૩ લાખ રૂપિયાનું દેણું હોવાથી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ છે.
દેવુ વધુ જતા પિતા પુત્ર આર્થિક ભીંસમાં આવી ગયા હતા. જેથી આ પગલુ ભર્યુ હોઈ શકે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જાેકે, સમગ્ર ઘટનામાં અપઘાતનું કારણ હજુ અકબંધ છે. હાલ તો એ ડિવિઝન પોલીસ તમામ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડોદરામાં પિતાપુત્રએ ટ્રેન નીચે પડતુ મૂકીને આપઘાત કર્યો હતો. આ બનાવથી ચકચાર મચી ગઈ હતી. ત્યારે આ ઘટનાના બે દિવસ બાદ જ રાજકોટમાં ઘટના બની છે.HS