સરકાર પાસે મનરેગાના શ્રમિકોને આપવા પૈસા નથી
નવી દિલ્હી, દેશના ગામડાઓમાં રોજગારી માટેની લાઈફ લાઈન ગણાતી મનરેગા( મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના)માં શ્રમિકોને આપવા માટે પૈસા જ બચ્યા નથી.
જેના પગલે આ યોજના હેઠળ કામ કરતા શ્રમિકોની દીવાળી ફીક્કી પડી શકે છે. દક્ષિણના એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ કેન્દ્રની આ યોજના વર્તમાન વર્ષમાં પહેલા ૬ મહિનામાં જ ખતમ થઈ ગઈ છે. જેના પગલે શ્રમિકોને ઓછામાં ઓછા એક મહિના સુધી સંકટનો સામનો કરવો પડશે. કારણકે હવે યોજના માટે પૈસા રહ્યા નથી અને તેના માટે વધારાનુ બજેટ આગામી સંસદીય સત્ર મળશે ત્યારે જ ફાળવી શકાશે.
આ યોજના માટે વર્તમાન વર્ષમાં માત્ર ૭૩૦૦૦ કરોડ રૂપિયા બજેટ ફાળવવામાં આવ્યુ હતુ. કેન્દ્રનુ કહેવુ હતુ કે, જાે લોકડાઉન સમાપ્ત થશે અને યોજનાનુ બજેટ ખતમ થઈ જશે તો વધારાનુ બજેટ ફાળવવામાં આવશે.
૨૯ ઓકટોબર સુધીમાં યોજના હેઠળ થનારા પેમેન્ટનો આંકડો ૭૯૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જેના કારણે યોજના પર સંકટ ઉભુ થયુ છે. ૨૧ રાજ્યો પહેલેથી જ આ યોજનામાં માઈનસ બજેટ દેખાડી રહ્યા છે.
મનરેગા યોજનામાં કોઈ પણ ગ્રામીણ પરિવારને વર્ષમાં ૧૦૦ દિવસના રોજગારની ગેરંટી અપાય છે. ગયા વર્ષે લોકડાઉન દરમિયાન ૧૧ કરોડ શ્રમિકોને આ યોજનાથી રાહત મળી હતી. આ વખતે ઓછા બજેટના અભાવે હજી પણ હજારો શ્રમિકોને યોજના હેઠળ કામ કરવાનુ પેમેન્ટ મળ્યુ નથી.SSS