CM બન્યા બાદ પહેલીવાર ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જશે
દુબઈમાં યોજાનારા દુબઈ એક્સ્પોમાં ભાવ લેવા તથા રોકાણકારો આકર્ષિત થાય તે હેતુથી તેઓ જઈ રહ્યા છે
ગાંધીનગર, એક તરફ વડાપ્રધાન રોમના પ્રવાસે ગયા છે અને અહીં ય્૨૦ દેશોના મુખ્ય નેતાઓ સાથે ઉષ્માભેર મુલાકાત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીના સ્વભાવ અને ભલભલા વ્યક્તિને પોતાના તરફ આકર્ષિત કરવાની ક્ષમતાને કારણે તેઓ દુનિયાના ઘણાં નેતાઓ સાથે વર્ષો જૂની મિત્રતા હોય તે રીતે મળતા જાેવા મળે છે
આ સિવાય અન્ય દેશોના નેતા પણ વડાપ્રધાન મોદીને ઉત્સાહ સાથે મળી રહ્યા છે. આ બધી વાતોની વચ્ચે એક સમાચાર એવા પણ આવ્યા છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિદેશના પ્રવાસ પર જઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દુબઈના પ્રવાસે જવાના છે. મુખ્યમંત્રી ડિસેમ્બર મહિનામાં દુબઈના પ્રવાસે જઈ રહ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે પંકજ જાેશી, રાજીવ ગુપ્તા તથા અવંતિકા સિંહ પણ જવાના છે. દુબઈમાં યોજાનારા દુબઈ એક્સ્પોમાં ભાવ લેવા તથા ગુજરાતમાં આવવા રોકાણકારો આકર્ષિત થાય તે હેતુથી તેઓ જઈ રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ ડિસેમ્બર મહિનામાં ૮ અને ૯ તારીખના રોજ વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ આગામી વર્ષની શરુઆતમાં ગુજરાતમાં૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન વાઈબ્રન્ટ સમિટનું આયોજન થાય તે પહેલા દુબઈ એક્સ્પોમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે. વિવિધ રિપોર્ટ્સ મુજબ ભૂપેન્દ્ર પટેલ દુબઈમાં રોકાણકારોને આકર્ષિત કરવા માટે રોડ શો પણ યોજવાના છે. દુબઈમાં ઈન્ડિયાનું પેવેલિયન પણ ઊભું કરવામાં આવ્યું છે જ્યાં ભારતમાં અલગ-અલગ જગ્યાઓ પર રોકાણ કરવા માટે અલગ-અલગ રાજ્યોના અધિકારીઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેથી અન્ય દેશોના રોકાણ ઈચ્છુક દેશો કે કંપનીઓ રોકાણ અંગે ચર્ચા વિચારણાઓ કરી શકે.
મહત્વનું છે કે વડાપ્રધાન મોદીનું મેક ઈન ઈન્ડિયા સપનું સાકાર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારો દ્વારા પ્રયાસ કરવામાં આવે છે ત્યારે નવા પસંદ કરાયેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ પણ ગુજરાત આ દિશામાં કંઈક મોટી જવાબદારી ભજવે તે અંગે કામગીરી કરવામાં આવશે. આ માટે જ તેઓ રાજ્યના મુખ્ય સચિવ સહિતના અધિકારીઓને યોગ્ય સૂચના અને માર્ગદર્શન મળી રહે તે માટે દુબઈ જઈ રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બે દિવસના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાે ગુજરાતમાં રોકાણ માટે ઈચ્છુક દેશ હોય તો તેમને વાઈબ્રન્ટ સમિટ દરમિયાન આમંત્રણ આપીને ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષિત કરી શકે છે.