લગ્નમાં મ્યુઝિક વગાડવા ઉપર ૧૩ની હત્યા
તાલિબાનના નિયમ હેઠળ અહીં મ્યુઝિક વગાડવા કે સાંભળવા, મનપસંદ કપડા પહેરવા પર પ્રતિબંધ છે
કાબુલ,અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસને એના કટ્ટરપંથી નિયમ લાગુ કરી દીધા છે. જેની કિંમત અફઘાની નાગરિકો જીવ ગુમાવીને ચૂકવી રહ્યા છે. તાલિબાનના શાસન હેઠળ અહીં સંગીત સાંભળવા અને મનગમતા કપડા પહેરવા પર પ્રતિબંધ છે અને નિયમ તોડનારાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. Cruel punishment for listening to music under Taliban rule, 13 people put to death in marriage
વિતેલા દિવસોમાં આવું જ બન્યું અફઘાનિસ્તાના એક લગ્નમાં, જ્યાં મ્યુઝિક વગાડવા પર ૧૩ લોકોની ર્નિમમ હત્યા કરી દેવામાં આવી છે. આ ક્રૂરતાની જાણકારી અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે ટ્વીટર આપી છે.
અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિએ ટ્વીટર પર લખ્યું છે કે, તાલિબાનીઓએ અહીં એક લગ્નના સમારોહમાં મ્યુઝિક બંધ કરવા માટે ૧૩ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આપણે માત્ર નિંદા કરીને ગુસ્સો વ્યક્ત નથી કરી શકતા. પાકિસ્તાને ૨૫ વર્ષ સુધી અફઘાનિ સંસ્કૃતિને ખતમ કરવા અને અફઘાન પર કબજાે લેવા માટે તાલિબાનને તાલીમ આપી છે. જે હવે એમનું કામ કરી રહ્યા છે.
તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, આ સત્તા લાંબા સમય સુધી નહીં ટકે, પરંતુ એના અંત સુધી અફઘાનીઓ એની ગંભીર કિંમત ચૂકવતાં રહેશે. સોશિયલ મીડિયા પર લોકો સાહેલને સમર્થન આપી રહ્યા છે. આ પહેલા પણ સાલેહ પાકિસ્તાનને આ માટે જવાબદાર ઠેરવી ચૂક્યા છે.
પાકિસ્તાની મીડિયાના કેટલાક અહેવાલ પણ તાલિબાન સાથે એના સંબંધો પૂરવાર કરી ચૂક્યા છે. પાકિસ્તાન દુનિયા સામે જાહેર કરી રહ્યું છે કે, તે કાબુલમાં તાલિબાની સરકારને માન્યતા નથી આપતું એમ છતાં તાલિબાન દ્વારા નિયુક્ત કરવામાં આવેલા રાજદ્વારીઓને તેણે ફૈજટ્ઠ આપ્યા છે. આ અંગેનો ખુલાસો પાકિસ્તાની સમાચાર પત્ર ડોનની એક રિપોર્ટ દ્વારા થયો હતો.