૪૦ વર્ષ બાદ પાછો બાળપણનો પ્રેમ મળ્યો

વોશિંગ્ટન, સાચો પ્રેમ મળવો એ આજના જમાનામાં નસીબની વાત છે, નહીંતર ક્યાં કોઈ પોતાના પ્રેમ માટે ૪૦ વર્ષ રાહ જાેઈ શકે છે. જાેકે, એક બ્રિટિશ દંપતી એવુ છે જેની લવ સ્ટોરી તમને રોમાંચિત કરશે. આ લવ સ્ટોરી પેની ઉમ્બર્સ અને માર્ક બેથેલની છે. પ્રેમની આ વાર્તામાં બંને પાત્રો રાજા અને રાણી ભલે ન હોઈ, પરંતુ તેમના જેવો પ્રેમ વિશ્વમાં ભાગ્યે જ જાેવા મળે છે.
મેટ્રો યુકેએ અહેવાલ આપ્યો હતો કે, પેની ઉમ્બર્સ જ્યારે ૧૬ વર્ષની હતી ત્યારે તેના બોયફ્રેન્ડ માર્ક બેથેલથી અલગ થઈ ગઈ હતી. ૪ દાયકા વીતી ગયા છે, પરંતુ બંને વચ્ચેનો પ્રેમ ઓછો થયો નથી. હવે, ૬૦ અને ૬૧ વર્ષની ઉંમરે, તેઓ ફરી એકવાર મળ્યા અને તેમનો પ્રેમ પણ એટલો જ જવાન લાગતો હતો, અને હવે આ દંપતીએ એકબીજા સાથે બાકીનું જીવન જીવવાનું નક્કી કર્યું છે. પેની ઉમ્બર્સ અને માર્ક બેથેલની લવ સ્ટોરી ૧૯૭૦ના દાયકામાં શરૂ થઈ હતી.
પેની તે સમયે ૧૬ વર્ષ હતી. અને માર્ક બેથેલ ૧૭ વર્ષનો હતો. બંને બોર્ડિંગ સ્કૂલમાં સાથે ભણતા હતા. બંને એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ પેનીના પિતાને કેરેબિયન છોકરો બિલકુલ ગમતો ન હતો. તેણે માર્કને તેની પુત્રી સાથેના સંબંધો સમાપ્ત કરવા કહ્યુ હતું, અને ધમકી આપી હતી કે જાે તે આવું નહીં કરે તો તેની શિષ્યવૃત્તિ રદ કરી દેશે.
જાતિવાદના કારણે તેમના માતાપિતાએ બંનેને એકબીજાથી અલગ થવાની ફરજ પાડી હતી. પેની ઉમ્બર્સએ આ ઘટના બાદ બે વખત લગ્ન કર્યા હતા અને છૂટાછેડા પણ લીધા હતા. માર્કે તેની ડિગ્રી પૂર્ણ કરી અને હોટલ મેનેજમેન્ટમાં તેની કારકિર્દી બનાવી. તેઓ જુદા જુદા જીવનમાં હોવા છતાં તેમનો જૂનો પ્રેમ પૂરો થયો ન હતો. ૨૦૧૯માં તે ફેસબુક મારફતે મળ્યા હતા.
બંને એકબીજાને ઓળખી ગયા અને તેમની વાતચીત શરૂ થઈ. હવે જ્યારે તેઓ રૂબરૂ મળ્યા છે, ત્યારે તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. હવે તે ૬૦ અને ૬૧ વર્ષના છે, પરંતુ બાળપણનો ૪૦ વર્ષ પહેલાનો પ્રેમ હજી પણ તેના હૃદયમાં જીવંત છે.SSS