પ્રિમિયર ફૂટબોલ ટુર્નામેન્ટ ઈવેન્ટમાં આઠ ટીમો માટે 122 ખેલાડીઓની હરાજી થઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Juggernaut-1024x588.jpg)
· આઠ ટીમો કુલ 60 મેચ રમશે, ફાઈનલ મેચ જગરનોટ અરેના ખાતે 12 ફેબ્રુઆરી, 2022ના રોજ રમાશે
· ફૂટબોલર્સને સેલેરી પેટે રૂ. 20 લાખથી વધુની રકમ મળશે
· રૂ. 24 લાખ (દરેક ટીમ દીઠ રૂ. 3 લાખ)ની કુલ રકમ સાથે 122 ખેલાડીઓની હરાજી થઈ. શિલ્પ સિટીગોલ્ડ સ્ટ્રાઈકર્સે રૂ. 84,000ની સર્વોચ્ચ બિડ સાથે આદિત્ય ઝાને ખરીદ્યો
· દેશભરમાંથી 1,200થી વધુ પ્લેયર્સે સિલેક્શન ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાંથી 122 ટોચના ખેલાડીઓને પ્રોફેશનલ સિલેક્ટર્સ દ્વારા બારીક પ્રોફાઈલિંગ અને સ્ક્રીનિંગ બાદ ઓક્શન માટે પસંદ કરાયા
· વિજેતા ટીમને રૂ. પાંચ લાખ અને રનર્સ-અપ ટીને રૂ. 2.5 લાખ ઈનામ પેટે મળશે
અમદાવાદ, ઈંગ્લિશ પ્રિમિયર લીગ અને લાલિગા સોકર ટુર્નામેન્ટ્સ ફૂટબોલ ચાહકોનો રોમાંચ વધારી રહી છે ત્યારે અમદાવાદના ફૂટબોલ ચાહકોએ શહેરમાં જ લાઈવ મેચીસ જોવા હવે વધુ રાહ નહીં જોવી પડે. અમદાવાદ ચેમ્પિયન્સ લીગ (એસીએલ) રસાકસીભરી સોકર મેચીસ અને અનેકગણી રોમાંચકતા સાથે તેની સાતમી સિઝન લઈને આવી રહી છે.
જગરનોટ દ્વારા આયોજિત શહેરની પ્રિમિયર સોકર ટૂર્નામેન્ટમાં તરવરાટભરી આઠ ટીમો વચ્ચે કુલ 60 મેચીસ યોજાશે. આ સિઝનમાં રૂ. 24 લાખની (દરેક ટીમ દીઠ રૂ. 3 લાખ) પૂલ-અમાઉન્ટ સાથે કુલ 122 ખેલાડીઓની હરાજી થઈ હતી. આદિત્ય ઝા શિલ્પ સિટીગોલ્ડ સ્ટ્રાઈકર્સ દ્વારા રૂ. 84,000ની સર્વોચ્ચ બોલી સાથે સૌથી મોંઘો પ્લેયર બન્યો હતો.
આ અંગે જગરનોટના મેનેજિંગ ડિરેક્ટર નિકી શાહે જણાવ્યું હતું કે “શહેરની ખૂબ જ મહત્વાકાંક્ષી અને ઐતિહાસિક સોકર ટુર્નામેન્ટની સાતમી સિઝન લોન્ચ કરતાં અમે ખૂબ જ રોમાંચિત છીએ. શરૂઆતથી જ અમદાવાદમાં એસીએલ જેવી વર્લ્ડ-ક્લાસ સ્પોર્ટ્સ ઈવેન્ટનું આયોજન કરવા બદલ જગરનોટની પ્રશંસા થતી રહી છે.
આ લીગ સાથે ફૂટબોલનો ક્રેઝ નવી ઊંચાઈએ પહોંચ્યો છે. હવે અમારી પાસે કુલ 122 ખેલાડીઓ છે જે પૈકીના કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમી રહ્યા છે. સિટી-લેવલની ટુર્નામેન્ટ્સમાં ફૂટબોલર્સને સેલેરી આપનારી સૌપ્રથમ પ્રાઈવેટ ફ્રેન્ચાઈઝી મોડલ ઈવેન્ટ બનીને એસીએલે ઈતિહાસ સર્જ્યો છે. આ ક્રાંતિકારી મોડલ સાથે અમે ખેલાડીઓને નાણાંકીય પ્રોત્સાહન આપી રહ્યા છીએ અને ફૂટબોલમાં પ્રોફેશનલ કરિયર બનાવવા માટે ઊભરતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.”
વર્ષ 2015 થી શરૂ થયેલી, અમદાવાદ ચેમ્પિયન્સ લીગે રાષ્ટ્રીય સ્તરે ફૂટબોલ સાથે સંકળાયેલા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સિટી લેવલની ટુર્નામેન્ટમાં ફૂટબોલરોને વેતન આપતી પ્રથમ ખાનગી ફ્રેન્ચાઈઝી મોડેલ ઈવેન્ટ બનીને એસીએલે ઈતિહાસ રચ્યો છે. એસીએલની 7મી સિઝન અમદાવાદમાં પહેલી ફિફા એપ્રૂવ્ડ ટર્ફનું ગૌરવ ધરાવતી જગરનોટ અરેના ખાતે રમાશે, જે ડિસેમ્બર-2021 થી ફેબ્રુઆરી-2022ના સમયગાળા દરમિયાન લગભગ 2 મહિના ચાલશે.
8 ટીમો, કુંવરજી જગુઆર્સ, ઓલિવ પાર્શ્વનાથ રિપબ્લિક, ઇસ્કોન આઇકોન્સ, ડીજી ટાઇટન્સ, જિંદાલ ચેમ્પિયન્સ, ગણેશ લાયન્સ, શિલ્પ સિટીગોલ્ડ સ્ટ્રાઇકર્સ અને તિરૂપતિ ટાઇગર્સ કુલ 60 મેચ રમશે અને ફાઇનલ 12 ફેબ્રુઆરી, 2022 ના રોજ રમાશે. દરેક ટીમ લીગ તબક્કામાં એકબીજા સાથે બે વાર રમશે અને આખરે એલિમિનેટર માટે ક્વોલિફાય થશે. તમામ મેચોનું અમદાવાદ ચેમ્પિયન્સ લીગના ફેસબુક પેજ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. વિજેતા ટીમને રૂ. પાંચ લાખનું જ્યારે રનર્સ અપ ટીમને રૂ. 2.5 લાખનું રોકડ ઇનામ અપાશે.
એસીએલ માટેની પસંદગી ટુર્નામેન્ટ 24 ઓક્ટોબર, 2021 થી શરૂ થઈ હતી અને 2 વય જૂથો – 21 વર્ષથી ઓછી અને ઓપન કેટેગરી માટે રમાઈ હતી. 1,200થી વધુ ખેલાડીઓ ભારતભરમાંથી અને વિદેશથી સિલેક્શન ટુર્નામેન્ટમાં આવ્યા હતા.
હરાજી ઇવેન્ટનું આયોજન રવિવાર, 31 ઓક્ટોબર, 2021 ના રોજ હોટેલ ક્રાઉન પ્લાઝા, અમદાવાદ ખાતે ઝાકઝમાળભરી ઈવેન્ટમાં કરવામાં આવ્યું હતું. ટોચના સર્ટિફાઈડ સિલેક્ટર્સ અને કોચ દ્વારા 122 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી અને અમદાવાદમાં સૌથી સફળ બિઝનેસ હાઉસ/વ્યક્તિઓ દ્વારા સંચાલિત 8 ફ્રેન્ચાઇઝીઓ માટે હરાજીમાં મૂકવામાં આવ્યા હતા.
કુલ રૂ. 24 લાખની (ટીમ દીઠ રૂ. 3 લાખ) પૂલ રકમ સાથે કુલ 122 ખેલાડીઓની હરાજી થઈ હતી. ફૂટબોલર્સ મીડ સિઝન/ઈન્ટર સિઝન દરમિયાન પણ ટ્રાન્સફર થઈ શકે છે. આદિત્ય ઝા શિલ્પ સિટીગોલ્ડ સ્ટ્રાઈકર્સ દ્વારા રૂ. 84,000ની સર્વોચ્ચ બોલી સાથે સૌથી મોંઘો પ્લેયર બન્યો હતો.
એસીએલનું સૌથી વિશિષ્ટ પરિબળ એ છે કે સોકર ખેલાડીઓને રૂ. 20 લાખથી વધુનો પગાર મળશે. એસીએલે ઊભરતા ફૂટબોલરો માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ એસીએલ તરફથી માન્યતા મળ્યા બાદ રાષ્ટ્રીય ટીમોમાં રમવા માટે પસંદગી પામ્યા છે.
જાણીતા નિર્માતા શ્રી રશ્મિન મજીઠિયાનું સાહસ મઝા છેલ્લા 6 વર્ષથી એસીએલ માટે ટાઇટલ સ્પોન્સર અને ગોડફાધર છે. વિશિષ્ટ ફ્રેન્ચાઇઝી અને રેવન્યુ મોડલ સાથેની લીગે અમદાવાદની અગ્રણી બ્રાન્ડ્સમાં વ્યાપક રસ પેદા કર્યો છે. અદાણી, ઝવેરી એન્ડ કંપની, રામદેવ મસાલા, ગણેશ હાઉસિંગ, કુંવરજી, દીપ ઈન્ડસ્ટ્રીઝ, જિંદાલ, એનકે પ્રોટીન (તિરૂપતિ ઓઈલ), ઈસ્કોન, શિલ્પ બિલ્ડર્સ, સિટીગોલ્ડ, ઓલિવ અને પાર્શ્વનાથ બિલ્ડર્સ જેવા જાણીતા કોર્પોરેટ હાઉસે લીગમાં ઊંડો રસ દાખવ્યો છે અને તેમની સંબંધિત ટીમો ખરીદી છે.