સારી ટૂર્નામેન્ટમાં ખેલાડીએ સારૂં પરફોર્મન્સ આપવું પડે
નવી દિલ્હી, ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૧માં ભારતીય ટીમની સફર લગભગ ખતમ થઈ ગઈ છે. રવિવારે ભારતને ન્યૂઝીલેન્ડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ટીમ પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું છે કે, મહત્વના મુકાબલામાં ટીમનું પર્ફોર્મન્સ નબળું જાેવા મળ્યું. તેમણે ટીમની માનસિક દ્રઢતા પર પણ સવાલ ઉઠાવ્યો હતો.
ગૌતમ ગંભીર ભારતીય ટીમના પર્ફોર્મન્સથી નિરાશ છે. તેમણે કહ્યું હતું કે ટેલેન્ટ એક અલગ વાત છે. એક ટીમ સાથેની સીરિઝમાં તમે સારું રમી શકો છો પરંતુ જયારે વાત આ પ્રકારની મેચ અને આ પ્રકારના ટૂર્નામેન્ટની આવે છે ત્યારે તમારે સારું પર્ફોર્મન્સ આપવું પડે છે અને આ એકદમ સીધી વાત છે.
એક પોર્ટલ સાથેની વાતચીતમાં ગંભીરે આગળ ઉમેર્યું હતું કે આ ભારતીય ટીમ માટે ક્વાર્ટર ફાઈનલ મેચની જેમ હતી. અમે ઘણા દિવસથી આ વિશે વાત કરી રહ્યા હતા. અમે જાણતા હતા કે શું સમસ્યા છે.
અહીંયા તમારી ટીમની માનસિક દ્રઢતા જાેવા મળે છે. જ્યારે એક ટીમ સાથેની સીરિઝની વાત આવે છે ત્યારે વાત અલગ હોય છે. ત્યાં ભૂલ કરવાની અને પરત ફરવાની આશા હોય છે. જાે વાત આ પ્રકારના ટૂર્નામેન્ટની વાત કરીએ તો મને નથી લાગતું કે ભારતીય ટીમની પાસે કોઈ માનસિક દ્રઢતા હતા. હા, તેમની પાસે પ્રતિભા છે પરંતુ મેદાનમાં જુસ્સો જાેવા મળ્યો નહીં.
ગંભીરે ભારતીય ટીમના આઈસીસી ટૂર્નામેન્ટમાં નિષ્ફળ રહેવા પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું અમે ક્યારના સાંભળતા આવ્યા છીએ કે જ્યારે ટીમનું પર્ફોર્મન્સ સારું ન હોય તો આપણે તેની સાથે ઉભા રહેવું જાેઈએ. પરંતુ દુર્ભાગ્ય રીતે આવું ઘણા સમયથી થઈ રહ્યું છે અને ખાસ કરીને આઈસીસી ટૂર્નામેન્ટમાં.
ગંભીરે કહ્યું હતું કે, આ મેચ મહત્વની હતી અને કોઈ એક ખેલાડીએ આગળ આવીને ટીમ માટે દમદાર રીતે રમવાની જરૂર હતી. કોઈએ જવાબદારી લેવી જાેઈતી હતી. ‘બોલિંગથી હોય કે બેટિગથી કોઈએ આગળ આવીને મહત્વની ભૂમિકા ભજવવાની હતી. ૧૫૦-૧૬૦ રન સુધી પહોંચી જતા તો અલગ વાત હોતી. ટીમ પાસે ઘણી પ્રતિભા છે પરંતુ માનસિક રીતે ટીમ મજબૂત જાેવા મળી નહીં’.SSS