દારૂ પીવાના શોખના કારણે ૧૫૦ વીઘાનો ખાતેદાર બુટલેગર બન્યો

અસલાલી પોલીસે ૧૮ લાખ રૂપિયાના દારૂ સાથે ચાર શખ્સોની ધરપકડ કરીઃ ખાતેદાર સહિત છ શખ્સો ફરારઃ મફતમાં દારૂ પીવા મળી જાય અને લાખો રૂપિયાનો ધંધો થાય તે વિચારીને ખાતેદાર બુટલેગર બની ગયો
અમદાવાદ, કોરોનાકાળમાં લોકો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે, જેના કારણે સંખ્યાબંધ લોકો ગુનાઈત પ્રવૃત્તિ તરફ વળ્યા હતા, પરંતુ અમદાવાદ જિલ્લાના સનાથલ ગામમાં રહેતો અને દોઢસો વીઘાનો ખાતેદાર કે જેની સાત પેઢી એશઆરામની જિંદગી જીવી શકે છે તેને દારૂ પીવાનો શોખ ભારે પડી ગયો છે.
દારૂ પીવાના શોખે ખાતેદારને બુટલેગર બનાવી દીધો છે, જેના કારણે તેને હવે જેલમાં જવાના દિવસો આવી ગયા છે. અસલાલી પોલીસે ખાતેદારની જમીનમાં બનાવેલા એક રૂમમાંથી ૧૮ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
અસલાલી પોલીસને બાતમી મળી હતી કે ફતેહવાડી કેનાલની બાજુમાં આવેલા વીસલપુર ગામની સીમની એક જગ્યામાં જંગી વિદેશી દારૂનો જથ્થો પડ્યો છે. બાતમીના આધારે અસલાલી પોલીસે વોચ શરૂ કરી હતી, જેમાં તેમને પાકી માહિતી મળી ગઈ હતી કે સનાથલ ગામનો રહેવાસી રામચંદ્રસિંહ ગણપતસિહ રાજપૂત, જેની અસલાલી ગામમાં જમીન આવેલી છે
ત્યાં દારૂનો જથ્થો પડ્યો છએ. અસલાલી પોલીસની ટીમે બાતમીવાળી જમીન પર રેડ કરી હતી, જેમાં એક ઓરડીમાંથી પોલીસે ૧૮ લાખ રૂપિયાી કિંમતનો દારૂ જપ્ત કર્યાે હતો. પોલીસે દારૂ સાથે જયપાલસિંહ (રહે.સનાથલ ગામ), ગોરધનસિંહ રાજપૂત (રહે.રાજસ્થાન)ની ધરપકડ કરી છે.
જ્યારે દારૂ મંગાવનાર રામચંદ્રસિંહ ચૌહાણ, રુદ્રવતસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ ચૌહાણ, શક્તિસિંહ ચૌહાણ, કનુભાઈ પટેલ અને કુલદીપસિંહ વોન્ટેડ છે. પોલીસે ઘટના સ્થળ પરથી ૩૭૮ પેટી દારૂ તેમજ ૮૮૫૬ દારૂની બોટલો, ત્રણ વાહનો અને પાંચ મોબાઈલ સહિત કુલ ૨૦.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે.
અમદાવાદ જિલ્લાના ડીવાયએસપી કે.ટી.કામરીયાએ જણાવ્યું છે કે અસલાલી પોલીસે રેડ દરમિયાન ચાર શખ્સોની ધરપકડ કરી છે, જે રામચંદ્રસિંહ ચૌહાણ માટે કામ કરતા હતા. રામચંદ્રસિંહ ચૌહાણ દારૂ પીવાનો શોખ હતો અને અવારનવાર તેની જગ્યા પર દારૂની પાર્ટીનું આયોજન કરતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર સનાથલ સહિત અલગ અલગ વિસ્તારમાં રામચંદ્રસિંહની પોતાની માલિકીની દોઢસો વીઘા જમીન આવેલી છે, જેના કારણે રામચંદ્રસિંહ કોઈ કામધંધો કરે નહીં તો પણ તેની સાત પેઢીઓ એશઆરામનું જીવન જીવી શકે. અસલાલી તરફ જે રીતે જમીના ભાવ ટોચ પર છે તે જાેતાં દોઢસો વીઘા જમીની કિંમત પણ અંદાજિત ૧૦૦ કરોડ રૂપિયા ઉપર જાય છે.
રામચંદ્રસિંહને દારૂ પીવાનો શોખ છે, જેથી તેણે તે શોખને ંધો બનાવી દીધો હતો. રુદ્રવતસિંહ વાઘએલા, મહેન્દ્રસિંહ ચૌહાણ, શક્તિસિંહ ચૌહાણ, કનુભાઈ પટેલ અને કુલદીપસિંહે સાથે મળીને દારૂનો ધંધો કરવા માટેનું આયોજન કર્યું હતું. જેમાં રાજસ્થાનથી તેણે એક સાથે ૧૮ લાખ રૂપિયાનો દારૂ મંગાવી લીધો હતો.
મફતમાં દારૂની મહેફિલ થાય અને સાથોસાથ તેના માણસો દારૂનો ધંધો કરીને રૂપિયા કમાય તેવી આશા રામચંદ્રસિંહને હતી, જાેકે તેનો ઈરાદો પાર પડે તે પહેલાં પોલીસે સમગ્ર હકીકતનો પર્દાફાશ કરી દીધો હતો.
ડીવાયએસપી કે.ટી.કામરિયાએ વધુમાં જણાવ્યું છે કે પોલીસ રેડ માટે પહોંચી ત્યારે તે જમીનમાં બે ઓરડી હતી, જેમાં એક ઓરડીમાં દારૂનો જથ્થો પડ્યો હતો, જ્યારે બીજી ઓરડી કે જે એસીવાળી હતી તેમા રામચંદ્રસિંહ તેના સાગરીતો અને મિત્રો સાથે દારૂની મહેફિલ માણતો હતો.
દારૂની સાથે-સાથે જમવાની પાર્ટી પણ ત્યાં જ થતી હતી, કારણ કે તેનું પોતાનું અલગથી એક રસોડું પણ હતું. દારૂની સાથે નોન વેજ પણ આ જમીન પર પીરસાતું હતું. પોલીસે હાલ ચાર શખ્સોની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી છે, જ્યારે રામચંદ્રસિંહ સહિતના છ લોકોને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે.
આ પહેલાં પણ રામચંદ્રસિંહે દારૂનો જથ્થો ઉતાર્યાે હોવાનું સામે આવે તેવી શક્યતા છે. અસલાલી પોલીસે ક્વોલિટી કેસ કર્યાે છે ત્યારે અમદાવાદ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાંચે પણ દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. લોકલ ક્રાઈમ બ્રાંચે વટામણ-ધોલેરા હાઈવે પરના ભોળાદ ગામના પાટિયા પાસેથી બાતમીના આધારે ૪૮૫ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
એલસીબીની ટીમે ટેન્કરમાંથી ૨૨ લાખના દારૂ સાથે ૨૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે, જ્યારે આ દારૂ કોને મોકલવાનો હતો તેની પણ તપાસ શરૂ કરી છે.