વેપારીઓ હવે બેંકમાં એક કરતાં વધુ કરન્ટ એકાઉન્ટ રાખી શકશે

પ્રતિકાત્મક
નવા આર.બી. આઈ.ના નોટીફિકેશન મુજબ જે કંપની કે વેપારીઓને રૂ.પ કરોડથી વધારે લોન હશે તેઓ બીજી બેંકમાં કરંટ એકાઉન્ટ ચાલુ રાખી શકશે નહી.
અમદાવાદ, વેપારીઓ એક કરતાં વધારે બેંકમાં કરંટ એકાઉન્ટ ના રાખી શકે તેવી RBIની જાહેરાત બાદ તેનો ભારે વિરોધ થયો હતો. જે બાદ આરબીઆઈએ પરીપત્ર કરીને વેપારીઓ એક કરતા વધારે બેંક એકાઉન્ટ રાખી શકે તેવી છૂટ આપી છે, જેના કારણે વેપારીઓને મોટી રાહત થઈ હતી.
કેટલીક ખાનગી બેંકો તેમજ સરકારી બેંકોએ તો જે વેપારીના ઓવર ડ્રાફટ (OD) તેમજ કરંટ ખાતા ફ્રીઝ કરી દીધા હતા. જેને કારણે વેપારીઓને ચાર પાંચ દિવસ સુધી તમામ બેંક વ્યવહારો અટકી પડ્યા હતા. કેટલીક બેંકોમાં તો મેનેજરો આ પ્રકારના આર.બી.આઈ.ના નોટીફિકેશનથી અજાણ હતા.
જે કંપનીઓ એફ.ડી. ઓ.ડી. ખાતા ધરાવતી હતી તે કંપનીઓએ વ્યવહારમાં તકલીફ ન પડે તે માટે બીજી બેંક જયાં કંપનીનું કરંટ ખાતું હોય ત્યાં એફ.ડી.ઓ.ડી. ખાતું ખોલાવ્યુ હતું.
ગત ૧ ઓકટોબર ર૦ર૦ના રોજ આરબીઆઈએ જાહેરાત કરી હતી કે, જે વેપારીએ બેકમાંથી લોન લીધી તે અથવા એક કરતાં વધારે બેકમાં કરંટ એકાઉન્ટ રાખી શકશે નહી. આ સાથે વેપારીઓને છ મહિનાની અંદર એક કરતા વધારે કરંટ એકાઉન્ટ ધરાવતા હોય તો તે બંધ કરવા નોટીસ આપી વેપારીઓને પરેશાનીમાં મુકી દીધા હતા. જાે વેપારી એકાઉન્ટ બંધ ન કરાવે તો તેવા કિસ્સામાં બેંકો દ્વારા વેપારીઓના ખાતા બંધ કરવામાં આવી રહયાં હતાં.
વેપારીઓને પડી રહેલી મુશ્કેલીઓની રજુઆત કેન્દ્ર સરકાર સુધી પહોંચતા આરબીઆઈએ એક પરીપત્ર કરીને જાહેરાત કરી કે, જે જે વેપારીઓ રૂ.પ કરોડથી ઓછી લોન ધરાવતા હોય તે એક કરતાં વધરે બેંકમાં કરંટ એકાઉન્ટ રાખી શકશે, તેમજ જે વેપારીઓને રૂ.પ કરોડથી વધારે લોન હશે તેઓ બીજી બેંકમાં કરંટ એકાઉન્ટ ચાલુ રાખી શકશે નહી.
આ જાહેરાત થતા વેપારીઓને મોટી રાહત થઈ છે. આમ હવે વેપારીઓ એક કરતાં વધારે બેંકમાં કરંટ એકાઉન્ટમાં ટ્રાન્ઝેકશન કરી શકશે. વેપારીઓની રજુઆત બાદ આરબીઆઈ દ્વારા કરેલી આ જાહેરાતથી વેપારીઓને રાહત થઈ છે જેથી હવે તેમને બેંકના વ્યવહાર કરવામાં સરળતા રહેશે.