રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના પ્રોજેક્ટ્સને સ્કોચ એવાર્ડથી સન્માન
અમદાવાદઃ શ્રમ અને રોજગાર વિભાગના નેજા હેઠળ કામ કરતા ગુજરાત લેબર વેલફેર બોર્ડને ફેક્ટરી કામદારોને ઘર આંગણે પ્રાથમિક તબીબી સેવાઓ પૂરી પાડવા ની યોજનાબદલ પ્રતિષ્ઠીત સ્કોચ એવોર્ડ પ્રાપ્ત થયો છે. સ્કોચ ગવર્નન્સ એવોર્ડ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિવિધ વિભાગોએ નોમિનેશન્સ રજૂ કર્યા હતા.
ગુજરાત લેબર વેલફેર બોર્ડે તેની નવતર પ્રકારની મોબાઈલ મેડિકલ વાન સ્કીમકે જેના દ્વારા ફ્રી મેડિકલ ચેક-અપ અને તબીબી સેવાઓ કામદારોને તેમના કામના સ્થળે અથવા તો ઘરે પૂરી પાડવામાં આવે છે, તે સર્વિસ માટે નોમિનેશન કર્યું હતું. આ યોજના શ્રી સુનિલ સિંઘીના અધ્યક્ષપદ હેઠળ અને શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રાના માર્ગદર્શન હેઠળ શરુ કરવાનામાં મૂકવામાં આવી છે.
આ અનોખા પ્રોજેક્ટને ગોલ્ડ કેટેગરીમાં ટોચના 10 સારી પહેલ ધરાવતા પ્રોજેક્ટસમાં સ્થાન મળ્યું છે. ગુજરાત લેબર વેલફેર બોર્ડના વેલફેર કમિશ્નર શ્રી એચ.ડી. રાહુલે નવી દિલ્હી ખાતે યોજાયેલ એક સમારંભમાં બુધવારેઆ એવોર્ડ કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ પ્રધાન શ્રી રમેશ પોખરીયાલ ‘નિશાંક’ ના હસ્તે સ્વિકાર્યો હતો. પ્રધાનશ્રીએ અન્ય રાજ્યોને પણ આ કલ્યાણ યોજનાને અનુસરવા માટે અનુરોધ કર્યો હતો.
ગુજરાત લેબર વેલફેર બોર્ડ હાલમાં 13 મેડિકલ વાનનું સંચાલન કરે છે, જે પ્રાથમિક તબીબી ચેક-અપ અને સેવાઓ અગાઉથી આયોજન કરેલા રૂટ ઉપર પૂરી પાડે છે. આ સેવાઓમાં પેથોલોજીકલ ચેક-અપ, મેલેરિયા ટેસ્ટીંગ, ડાયાબિટીસ ચેક-અપ, બ્લડ કાઉન્ટ તથા અન્ય તપાસનો સમાવેશ થાય છે. 8 લાખથી વધુ લોકો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં તબીબી ચેક-અપનો લાભ લઈ ચૂક્યા છે, જ્યારે દોઢ લાખ કામદારોએ ફ્રી લેબોરેટરી પરીકીષણનો લાભ લીધો છે. આ યોજના દ્વારા કામદારોને અંદાજે રૂ.25 કરોડની બચત થઈ હોવાનો અંદાજ છે.
શ્રમ અને રોજગાર વિભાગના નેજા હેઠળ કામ કરતા બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડ 34 ધનવંતરી આરોગ્ય રથનું સંચાલન કરે છે, જે બાંધકામ ઉદ્યોગના કામદારોને તબીબી ચેક-અપની સર્વિસ પૂરી પાડે છે. 12 લાખથી વધુ લાભાર્થીઓ આ ચેક-અપનો લાભ લઈ ચૂક્યા છે તેવું પ્રમાણપત્ર બોર્ડના મેમ્બર સેક્રેટરી શ્રી બી.એમ. પ્રજાપતિને આપવામાં આવ્યું છે.