ઋષિકેશમાં નદીમાં ડૂબી જવાથી ત્રણ વ્યક્તિનાં મોત
રાજકોટ, સોમવારના રોજ રમા એકાદશીથી દિવાળીના સપ્ત દિવસીય તહેવારની શરૂઆત થઇ છે. ત્યારે બીજી તરફ રાજકોટના લોહાણા પરિવારના ત્રણ સભ્યો ઉત્તરાખંડમાં ઋષિકેશમાં નદીમાં ડૂબી ગયાના સમાચાર પણ સામે આવ્યા છે. આમ, તહેવાર સમયે જ જાણે કે લોહાણા પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૨ના કોર્પોરેટર જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટના જામનગર રોડ પર સરકારી પ્રેસ કોલોનીમાં રહેતા દિલીપભાઈ કારીયા પુત્રી, જમાઈ, તેમજ દોહિત્રી અને જમાઈ સાથે ઋષિકેશ ગયા હતા. આ સમયે સોમવારની મોડી સાંજે નીલકંઠ મહાદેવ પાસે આવેલા ભીમ ચડ્ડામાં તેમની દોહિત્રી નાહવા ગઈ હતી. ત્યારે નાના નાના પથ્થરો પર પગ આવતા તે ગબડી પડી હતી.
આજે સમયે નદીમાં ઓચિંતું પાણીનો પ્રવાહ વધતાં તે તણાઈ ગઈ હતી. જેને બચાવવા પરિવારના અન્ય સભ્યો પણ પાણીમાં કૂદ્યા હતા. પરંતુ કમનસીબે એક જ પરિવારના ત્રણ સભ્યો ડૂબી જતા પરિવારમાં માતમ છવાયો છે. ત્રણ વ્યક્તિ પૈકી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે કે અન્ય બે વ્યક્તિઓના મૃતદેહની શોધખોળ શરૂ છે.
ઋષિકેશમાં જ્યારે આ બનાવ બન્યો તે પૂર્વે મૃતક સોનલબેહેને પોતાના માતા-પિતા સાથે વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયો બનાવતા સમયે દીકરી તેમજ તેના માતા-પિતાને ખ્યાલ પણ નહોતો કે આ તેમનો એક સાથે અંતિમ વીડિયો હોઈ શકે છે. ખમ્મા ઘણી લાડકવાઈ ને ઘણી ખમ્મા નામના સોંગ સાથે વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો.
ત્યારે વીડિયો જાેઈને દરેકની આંખમાં હાલ આંસુ આવી જાય છે. સમગ્ર મામલાની જાણ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણીને થતાં તેઓએ તાત્કાલિક અસરથી ફોન કરીને દિલીપભાઈને હૈયે ધારણા આપી હતી. તો સાથોસાથ બનતી તમામ મદદ કરવાનું પણ પ્રશાસને કહ્યું હતું.
વોર્ડ નંબર ૨ ના કોર્પોરેટર જયમીન ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારથી લઇ કેન્દ્ર સરકારમાંથી જે કઈ મદદ કરવાની થશે તે તમામ મદદની તૈયારી અમે હાલ બતાવી છે. મૃતકમાં હાલ તરુલતાબેન કારીયા, તેમની દોહિત્રી સોનલ ગોસ્વામી અને સોનલના પિતા અનિલ ભાઈ ગોસ્વામીનું ડૂબી જવાના કારણે મોત નિપજ્યું છે.SSS