બાર્કલેઝ બેન્કના CEO તરીકે ભારતીય મૂળના વેંકટકૃષ્ણનની નિમણૂંક

નવી દિલ્હી, વૈશ્વિક સ્તરે ભારતીય સીઈઓની બોલબાલા વધી રહી છે. ઘણી મોટી કંપનીઓમાં ભારતીય મૂળના સીઈઓ છે અને તેમાં વધુ એક નામ જોડાયુ છે. દુનિયાભરમાં વ્યાપ ધરાવતી બાર્કલેઝ બેન્કના સીઈઓ તરીકે ભારતીય મૂળના એસ.વેંકટકૃષ્ણનને સીઈઓ બનાવવાનુ નક્કી કરાયુ છે. વેંકટ હાલમાં બેન્કના ગ્લોબલ માર્કેટ હેડ છે.
આ પહેલા એડોબ કંપનીની સીઈઓ તરીકે શાંતનુ નારાયણ, આલ્ફા બેટ (ગૂગલ)ના સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટમાં સત્યા નાડેલા, માસ્ટર કાર્ડમાં અજય બગ્ગા સીઈઓ છે. જ્યારે નોકિયાના સીઈઓ તરીકે રાજીવ સૂરી છે.
વેંકટે બાર્કલેઝ બેન્કમાં અગાઉ ચીફ રિસ્ક ઓફિસર તરીકે કામ કરેલુ છે. તેના પહેલા તેઓ જે.પી.મોર્ગનમાં હતા. વેંકટનુ કહેવુ છે કે, બાર્કલેઝની કામગીરીમાં બદલાવ માટે હું કટિબધ્ધ છું.
હાલના સીઈઓ જેસ સ્ટેલેને સરકાર દ્વારા હાથ ધરાયેલી એક તપાસને લઈને સીઈઓ પદ છોડવુ પડી રહ્યુ છે. બાર્કલેઝ બેન્કની ઈન્વેસ્ટમેન્ટની તેમની રણનીતિ પણ ચર્ચામાં રહી હતી.