એવું તે શું થયું કે, યુવકે બે બાળકીઓને 8 મા માળેથી નીચે ફેંકી

મોસ્કો, રશિયામાં એક વ્યક્તિએ બે સગીર બહેનોને આઠમા માળેથી નીચે ફેંકીને મારી નાખી. આરોપ છે કે બંને બાળકીઓ ઘણો વધારે શોર કરી રહી હતી, તેથી શખ્સે તેમને બિલ્ડિંગથી નીચે ફેંકી દીધી. આ મામલે પોલીસે શખ્સની ધરપકડ કરી લીધી છે.
હેલોવીન પર એક રહેણાંક મકાનમાંથી બે બાળકીઓના પડવાથી મોત નીપજ્યા. એક બાળકીની ઉંમર 9 વર્ષ હતી, જ્યારે બીજાની ઉંમર 14 વર્ષ હતી. આ બાળકીઓના મોત મામલે ફ્લેટમાં ભાડા પર રહેતા 23 વર્ષીય ઓચુર સૈન્ચેટની ધરપકડ કરવામાં આવી છે.
બાળકીઓ ફ્લેટમાં ખૂબ જ અવાજ કરી રહી હતી જેને લઈને સેન્ચેટ ભડકી ઉઠ્યો. તેણે આઠમા માળેથી તેમને બારીમાંથી બહાર ફેંકી દીધા. પોલીસ અનુસાર સૈન્ચેટે બંને સગીર બહેનોને બિલ્ડિંગથી નીચે ફેંકવાની વાત કબૂલ કરી છે. એક બહેનનુ મોત 80 ફૂટથી નીચે પડ્યા બાદ થઈ, જ્યારે બીજાનુ હોસ્પિટલમાં મોત થઈ ગયુ.
રિપોર્ટ અનુસાર કાઈજિલના રહેણાંક વિસ્તારમાં આ ઘટનાના સમયે પાડોશીઓએ ભયાનક ચીસો સાંભળી હતી. ફ્લેટની બારી તૂટી ગઈ હતી. જેમાંથી બાળકીઓને નીચે ફેંકવામાં આવી હતી. મૃતક બાળકીઓની માતા નાઈટ શિફ્ટમાં એક કેફેમાં કામ કરી રહી હતી, ઘટનાના સમયે તે ઘરે નહોતી.
સૈંચેટ પહેલા પણ કાર ચોરીના આરોપમાં પોલીસની રડાર પર હતો પરંતુ આ કાંડ બાદ પોલીસે 2 મહિનાની ધરપકડમાં મોકલી દીધા છે. તેમના વિરૂદ્ધ કેસ નોંધીને કોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે.