૧૦ વર્ષનું બાળક લિફ્ટમાં ૧૨મા માળે ફસાયું, સલામત

પ્રતિકાત્મક
ગાઝિયાબાદ, ગાઝિયાબાદના પોશ વિસ્તાર રાજનગર એક્સટેન્શનની એક સોસાયટી કેડબ્લ્યુ સૃષ્ટિમાંથી હેરાન કરી દેનાર ઘટના સામે આવી છે જ્યાં એક ૧૦ વર્ષનુ બાળક ૧૨મા માળે લગભગ ૫૦ મિનિટ સુધી લિફ્ટમાં ફસાઈ રહ્યુ. જ્યારે બાળકને ગૂંગળામણ થવા લાગી તો તેણે કપડા ઉતારી દીધા. આ સમગ્ર ઘટના લિફ્ટમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ.
બાળકને સકુશળ નિકાળી દેવાયુ છે. પહેલા પણ કેટલીય વાર આ સોસાયટીની લિફ્ટ ખરાબ થઈ ચૂકી છે. બાળક ૫ મા માળેથી ૧૨મા માળે પોતાના મિત્રને મળવા ગયો હતો. ત્યારે અચાનક ૧૧ મા અને ૧૨ મા માળની વચ્ચે લિફ્ટ રોકાઈ ગઈ.
આ દરમિયાન બાળકે હિંમત બતાવી અને એલાર્મ બટન દબાવ્યુ અને ઈન્ટરકૉમ પર વાત કરવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ એલાર્મ અને ઈન્ટરકોમ બટન કામ કર્યુ નહીં.
જે બાદ તેઓ જાેર-જાેરથી દરવાજાને ખખડાવવા લાગ્યા અને ત્યાંથી પસાર થઈ રહેલા લોકોને બાળક લિફ્ટમાં ફસાયો હોવાની જાણકારી મળી. બેદરકારી એટલી હતી કે સોસાયટીના કોઈ પણ સુરક્ષા ગાર્ડે સીસીટીવી કેમરા પર નજર જ રાખી નહીં.
અન્યથા બાળકને જલ્દી જ લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવત. આ ઘટના બાદથી સોસાયટીમાં ડરનો માહોલ પેદા થઈ ગયો છે અને બાળકોને લિફ્ટનો ઉપયોગ કરવો પણ બંધ કરી દેવાયો છે. સોસાયટીના લોકોએ આ ઘટનાની જાણકારી બાળકના પરિજનોને આપી. બાળકના પિતા ગૌરવ શર્માએ કેટલાક લોકોની મદદથી મહેનત બાદ પોતાના બાળકને સકુશળ બહાર નીકાળ્યા અને આ મામલાની ફરિયાદ નંદગ્રામ સ્ટેશનમાં કરી. આ ઘટના ૨૯ ઓક્ટોબરની જણાવાઈ રહી છે.
બાળકના પિતાનો આરોપ છે કે જ્યારે તેમણે બાળકના લિફ્ટમાં ફસાવવાની ફરિયાદ મેન્ટેનેન્સ વાળા સાથે કરી તો સમસ્યાનુ સમાધાન નિકાળવાને બદલે તેમણે દુર્વ્યવહાર કર્યો.SSS