સુરત ખાતે પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ થયો
સુરત, શહેરમાં દિવાળી પહેલા પેટ્રોલ પંપ સળગાવી દેવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. બે અજાણ્યા યુવકો વેસુના રાધે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા આવ્યા. પેટ્રોલ પુરાવી રૂપિયા ચૂકવીને પેટ્રોલ પંપ પર ફટાકડા ફોડીને ભાગી ગયા હતા. જેના કારણે પેટ્રોલ પંપનો સ્ટાફ અને ત્યાં ઉભેલા સ્થાનિક લોકો ડરી ગયા હતા. જાેકે, સ્ટાફની સતર્કતાને કારણે મોટી દૂર્ઘટના થતા બચી ગઇ છે.
જાેકે, આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના વેસુમાં યુનિવર્સિટી નજીક સોમેશ્વર ચાર રસ્તા પર મૈત્રેય હોસ્પિટલની બાજુમાં રાધે પેટ્રોલ પંપ પર બે વિધર્મી યુવાનો ટુ વ્હીલરમાં પેટ્રોલ ભરાવવા આવ્યા હતા. બાદમાં બંને ટુવ્હીલર લઇને ત્યાંથી નીકળતા હતા ત્યારે અચાનક સળગેલા ફટાકડા પંપના પાઇપ પર ફેકી ભાગ્યા હતા.
જાેકે, કર્મચારીએ સમયસૂચકતા વાપરી સળગતા ફટાકડા હટાવી દીધા હતા. જેના કારણે ફટાકડા પાઇપથી દૂર ફૂટયા હતા. જાે ફટાકડા પાઇપ પાસે ફૂટ્યા હોત તો નાનકડી મશ્કરી મોટી દૂર્ઘટનામાં પરિવર્તિત થઇ ગઇ હોત. પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં આ આખી ઘટના કેદ થઈ હતી.
બનાવ અંગે ઉમરા પોલીસમાં પેટ્રોલપંપના મેનેજર મોતીલાલ ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એક પુખ્તવયનો અને એક સગીર વિધર્મી સામે આઈપીસી કલમ ૨૮૫, ૨૮૬, ૩૩૬ અને ૧૧૪ મુજબ લોકોના જીવને જાેખમમાં મુકવાનો ગુનો નોંધાયો છે.
સુરતમાં પેટ્રોલ પંપ સળગાવી દેવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો. બે અજાણ્યા યુવકો પેટ્રોલ પુરાવા આવ્યા અને પેટ્રોલ પંપ પર ફટાકડા ફોડીને ભાગી ગયા. જે બાદ પોલીસે મોહમંદસાદ મોહમંદઈરફાન કુરેશી (ઉ.વ.૧૮,રહે. ઝાંપાબજાર)ને પકડ્યો હતો. જ્યારે બીજાે સગીર છે. બન્ને સફલ સ્કેવર પાસે આવ્યા હતા અને પેટ્રોલપંપ સળગાવવાનો પ્રયાસ કરી ફટાકડા ફોડીને ભાગી છૂટ્યા હતા.SSS