Western Times News

Gujarati News

આ વર્ષે ધનતેરસમાં વાહનોનું વેચાણ ૧૦ ટકા ઓછું થયું

અમદાવાદ, સમગ્ર ગુજરાતમાં ધનતેરસ પર ૩૦,૫૦૦ વાહનોની ડિલિવરી થઈ હતી. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ અસોસિએશનના (એફએડીએ) અંદાજ મુજબ મંગળવારે ૬૫૦૦ ફોર-વ્હીલર સિવાય કુલ ૨૪ હજાર ટુ-વ્હીલર વાહનોની ડિલિવરી થઈ હતી.

જાે કે, ગયા વર્ષે કોરોના મહામારી વચ્ચે ઉજવવામાં આવેલી ધનતેરસની સરખામણીમાં આ વર્ષે વેચાણ સરેરાશ ૧૦ ટકા ઓછું રહ્યું હતું. ફોર-વ્હીલરની માગ સારી છે અને અમુક બ્રાન્ડ્‌સે નજીવી વૃદ્ધિ દર્શાવી છે. જાે કે, સપ્લાયની અછતના કારણે તહેવારોની સીઝનમાં ગ્રાહકોની આવકમાં અવરોધ ઉભો થયો છે. હાલ, ડીલરોને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ઘણી બધી ઓફર્સ લાવવાની પણ જરૂર નથી.

તેમ છતાં તેમણે વાહનોની ડિલિવરી માટે ૨થી ૮ મહિના રાહ જાેવી પડે છે’, તેમ ગુજરાત ક્ષેત્રના એફએડીએના ચેરમેન પ્રણવ શાહે જણાવ્યું હતું. અમદાવાદ સ્થિત કાર ડીલરશિપના ડિરેક્ટર (સેલ્સ) જિનમય શાહે કહ્યું હતું કે ‘અમારા વેચાણમાં સુધારો થયો છે અને એકંદરે ગ્રાહકોની ધારણા સકારાત્મક છે. જાે સપ્લાયની અછત ન હોત તો અમારું વેચાણ સરળતાથી બમણું થઈ ગયું હોત.

જાે કે, ગ્રાહકો વિશ્વાસ રાખી રહ્યા છે કારણ કે તેમાંથી કેટલાકે ધનતેરસ પર બૂકિંગ કરાવ્યું છે. કાર ડીલરો સૂચવે છે કે, આગામી મહિનાઓમાં સપ્લાય સાઈડ અવરોધો યથાવત્‌ રહેવાની અપેક્ષા છે. હકીકતમાં, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ, તેની હાલની રેગ્યુલેટરી ફાઈલિંગમાં ઉલ્લેખ કર્યો હતો કે કંપની નવેમ્બરમાં એસએમજી પ્લાન્ટ તેમજ માનેસર ખાતેની તેની સુવિધામાં વાહનના ઉત્પાદનમાં પ્રતિકૂળ અસરનો સામનો કરી રહી છે.

બીજી તરફ, ટુ-વ્હીલરના ભાવ વધ્યા હોવાથી તેમજ કોવિડ-૧૯ના કારણે શાળાઓ તેમજ કોલેજાે સંપૂર્ણરીતે ફરી શરૂ ન થઈ હોવાથી ટુ-વ્હીલરની માગ વધવામાં નિષ્ફળ રહી છે. ‘મોંઘા વાહનો સહિત ઘણા પરિબળોના કારણે ટુ-વ્હીલર વાહનોના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં ઓછામાં ઓછો ૧૦ ટકાનો ઘટાડો થયો હતો’, તેમ શાહે ઉમેર્યું હતું. નોંધનીય છે કે, દશેરા પર ૨૮,૫૦૦ની ડિલિવરીની સરખામણીમાં ધનતેરસ પર વાહનોનું વેચાણ થોડું સારું રહ્યું હતું. જાે કે, ઓક્ટોબરના અંતમાં સપ્લાયના સુધારો થવાના કારણે આ થયું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.