Western Times News

Gujarati News

ફેસબુક અન્ય સાથે તમારો ફોટો Auto Tag નહીં કરે

નવી દિલ્હી, કોઈ અન્ય વ્યક્તિ સાથે તમારી લેવાયેલી તસવીર જાે અપલોડ કરવામાં આવી હશે તો હવે આ ફોટાને ફેસબુક Auto Tag નહીં કરે. ફેસબુકે આ અંગે અધિકૃત જાહેરાત કરી દીધી છે. વાત જાણે એમ છે કે ફેસબુક પર આરોપ લાગ્યા હતા કે તે પોતાના ફાયદા માટે યૂઝર્સની પ્રાઈવસીનો ભંગ કરી રહ્યું છે.

ત્યારબાદ પોતાની છબી સુધારવા માટે કંપનીએ આ પગલું ભર્યું છે. ફેસબુકે કહ્યું કે આ ફેસ રેક્ગાનાઈઝેશન ટેક્નોલોજી તે બંધ કરી દેશે અને એક અબજથી પણ વધુ લોકોના ફેસપ્રિન્ટ મીટાવી દેશે. તમે જ્યારે પણ ફેસબુક પર કોઈ અન્ય વ્યક્તિની સાથે ખેંચવામાં આવેલો ફોટો અપલોડ કરતા હતા તો ફેસબુક તે ફોટામાં હાજર વ્યક્તિને જાતે જ ટેગ કરી દેતું હતું.

ફેસબુક આ બધુ પોતાની ફેસ ડિટેક્શન ટેક્નોલોજીના સહારે કરતું હતું. હકીકતમાં ફેસબુક પોતાના યૂઝર્સના ચહેરાને પોતાના સર્વર પર સ્ટોર કરી રાખે છે અને તેનો જ ઉપયોગ કરીને ફેસ ડિટેક્શન ટેક્નોલોજીની મદદથી કોઈ યૂઝરના ફોટામાં રહેલા લોકોના ચહેરાને ડિટેક્ટ કરીને ટેગ કરી દેતુ હતું.

પરંતુ આ ટેક્નોલોજી પર છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા પ્રાઈવસી ભંગના વિવાદને પગલે ફેસબુકે આવનારા સમયમાં તેને બંધ કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં ફેસબુકે પોતાના સર્વર પર રહેલા સેંકડો કરોડ ચહેરા પણ હટાવવાનો ર્નિણય લીધો છે.

હકીકતમાં ફેસબુકની આ ટેક્નોલોજી ઘણા સમયથી પ્રાઈવસી મુદ્દે વિવાદમાં હતી. કારણ કે તેના માટે ફેસબુક પોતાના સર્વર પર કરોડો ચહેરા સ્ટોર કરી રાખતું હતું અને અનેક લોકો તેને ફેસબુકના તેના યૂઝર્સની પ્રાઈવસીનો ભંગ ગણતા હતા. આ ટેક્નોલોજીના પગલે ફેસબુક પર Federal Trade Commission એ વર્ષ ૨૦૧૯માં ૫૦૦ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો હતો.

જ્યારે Face Detection Technologyના કારણે ગત વર્ષે જ અમેરિકામાં ઈલિનોઈસ પ્રાંતમાં ફેસબુકે પોતાના વિરુદ્ધ એક કેસમાં ફેસ જ્યોમેટ્રી સહિત લોકોની બાયોમેટ્રિક જાણકારીનો ઉપયોગ કરવાના કેસની પતાવટ માટે ફરિયાદકર્તાને ૬૫ કરોડ ડોલરની ચૂકવણી કરવી પડી હતી.

ફેસબુકની આ ટેક્નોલોજીના વિરોધનું સૌથી મોટું કારણ યૂઝર્સની પ્રાઈવસીનો ભંગ અને બાયોમેટ્રિક ઈન્ફોર્મેશન ફેસબુક પાસે હોવા અંગે હતું. જાે કે ગત મહિને ફેસબુકની પૂર્વ કર્મચારી ફ્રાંસિસ હોગેને ફેસબુકના અંદરના દસ્તાવેજાે લીક કરી દીધા. ત્યારબાદ ફેસબુકનો ખુબ વિરોધ થયો. આરોપ લાગ્યા કે કંપની યૂઝર્સની પ્રાઈવસી પોતાના ફાયદા માટે ઉપયોગમાં લઈ રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.