Western Times News

Gujarati News

ધનતેરસના દિવસે વૃદ્ધ દંપતી તીક્ષ્ણ હથિયારથી હત્યા

Youth suicide in bus

Files Photo

અમદાવાદ, હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. દરેક જગ્યાએ ખુશીમો માહોલ જાેવા મળી રહ્યો છે ત્યારે આવામાં અમદાવાદમાં એક કરૂણ ઘટના સામે આવી છે. અહીં ઘાટલોડિયામાં તહેવારના સમયે લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતી હત્યા ની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, અમદાવાદનો ઘાટલોડિયા વિસ્તારનો પણ જાણીતો વિસ્તાર એટલે રન્નાપાર્ક.અને આ એરિયાની પોશ સોસાયટી એટલે પારસમણી ફલેટ. દિવાળીના સમયનો લાભ લઈ પૌત્રી સાથે રહેતા વૃદ્ધ દંપતીની હત્યા કરી દેવાતા હડકંપ મચ્યો છે.

દયાનંદ અને વિજયાલક્ષ્મી નામના દંપતી પારસમણી ફલેટમાં દ્ભ બ્લોકના ૧૧નંબરમાં રહેતા હતા. મૃતક દંપતીનો દીકરો અડાલજમાં રહે છે અને પૌત્રી દિવાળીને લઇને ખરીદી કરવા ગયા હતા તે સમયનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સો લુંટ ઈરાદે આવે છે. અને રાત્રિના અંધકારનો લાભ લઈ દયાનંદ અને વિજયાલક્ષ્મીની હત્યા કરી લુંટ કરી છૂમંતર થઈ જાય છે.

મૂળ કર્ણાટકના અને વર્ષોથી અમદાવાદમાં રહેતા દયાનંદ સુખરાવ શાનબાગ તથા તેમના પત્ની વિદ્યાલક્ષ્મી દયાનંદ શાનબાગ ઘટના સમયે ઘરમાં એકલા જ હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી રન્નાપાર્ક પાસે આવેલા પારસમણી ફ્લેટમાં રહેતા હતા. તેમનો પુત્ર અડાલજમાં પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

કિરણ શાનબાગની દીકરી દાદા-દાદી સાથે રહેતી હતી પરંતુ જ્યારે તે કોઈ કામથી બહાર ગઈ હતી ત્યારે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. પૌત્રી બહાર ગઈ હોવાથી ઘરે દંપતી એકલા હતા, આ દરમિયાન જ્યારે ઘરે દવાનું પાર્સલ લઈને ડિલિવરી બોય આવ્યો ત્યારે કોઈ દરવાજાે ખોલતુ નહોતું .

આ પછી ડિલિવરી બોયે પાડોશીને જણાવ્યું કે પોતે દવા લઈને આવ્યો છે અને કોઈ ઘર ખોલતું નથી. આ પછી પાડોશીઓએ પણ વારંવાર બેલ વગાડ્યો અને દરવાજાે ખખડાવ્યો હતો પરંતુ કોઈ દરવાજાે ખોલતું નહોતું, જેથી પાડોશી મહિલાએ દરવાજાને ધક્કો મારવામાં આવ્યો તો તે ખુલી ગયો હતો.

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા મોટી સંખ્યામાં અધિકારીઓ સહિતનો કાફલો સોસાયટી દોડી આવ્યો હતો. મૃતદેહોને ફોરેન્સિક તપાસ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી . આ માટે હ્લજીન્ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ આસપાસના લોકોની પણ પૂછપરછ કરી રહી છે. સોસાયટીની બહાર અને અંદર કઈ કઈ જગ્યાએ સીસીટીવી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ઘરની તિજાેરી, કબાટ વેરણ છેરણ મળી આવ્યા છે. એફએસએલની ટીમે ઘટના સ્થળે જઈને તપાસ કરી. મૃતક વૃદ્ધની ઉંમર હતી ૯૦ વર્ષ, તો મૃતક વૃદ્ધા હતા ૮૦ વર્ષના. હત્યાને લઈને સ્થાનિકોમાં ફફડાટ છે. હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.

સામાન્ય રીતે દિવાળીના તહેવારમાં પોલીસે એલર્ટ રહેવાનું હોય અને સતત પેટ્રોલિંગ કરવાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આદેશ કરવામાં આવે છે અને પોલીસ એલર્ટ છે તેવી બડાઈઓ મારવામાં આવી હતી પરંતુ ઘાટલોડિયાની ઘટનાએ પોલીસ ની સુરક્ષાની બડાઈ મારતી પોલ ખોલી નાખી છે. જ્યારે ઘાટલોડિયા પોલીસના નિવૃત્ત વહીવટદાર બોક્સ વેચાણ અને મીઠાઈ વેચવામાં પોલીસને વ્યસ્ત રાખી હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઈ રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.