તમિલનાડુના પોલ્ટ્રી ફાર્મિંગ ગ્રુપનું ૩૦૦ કરોડનું કાળું નાણું પકડાયું
નવીદિલ્હી, આવકવેરા વિભાગે પ્રાણીઓનાખોરાકનું ઉત્પાદન અને ઇંડાની પેદાશોની નિકાસ કરતા તમિલનાડુનના ગુ્રપ પર દરોડા પાડીને ૩૦૦ કરોડ રૂપિયાની બ્લેક ઇનકમ શોધી કાઢી હતી તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે. આવકવેરા વિભાગે આ તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં ગુ્રપના ૪૦ પરિસરોમાં દરોડા પાડયા હતાં. આ ગુ્રપ પોલ્ટી ફાર્મિંંગ અને ખાદ્ય તેલના મેન્યુફેકચરિંગ સાથે પણ સંકળાયેલુ છે.
દરોડા દરમિયાન કેટલાક દસ્તાવેજાે પણ જપ્ત કરવામાં આવ્યા હતાં. આ દસ્તાવેજાે દર્શાવે છે કે કંપનીએ પોતાની આવક છુપાવવા માટે ખર્ચ વધારે બતાવ્યો હતો. ખર્ચ વધારે બતાવવા કંપનીએ ખરીદીના ખોટા બિલો રજૂ કર્યા હતાં. સીબીડીટીના જણાવ્યા અનુસાર બ્લેક ઇનકમના નાણાથી સિૃથર મિલકતોમાં રોકાણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સીબીડીટી(સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ) આવકવેરા વિભાગ માટે ર્નિણય લેતી ઉચ્ચ સંસૃથા છે. દરોડા દરમિયાન ૩.૩ કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ પણ જપ્ત કરવામાં આવી હતી.દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજાે પરથી પુરવાર થાય છે કે ગુ્રપે ૩૦૦ કરોડ રૂપિયાની બ્લેક ઇનકમનું સર્જન કર્યુ હતું.HS