Western Times News

Gujarati News

ફટાકડાનો વિરોધ કરનારાઓ પગપાળા ઓફિસ જાય: કંગના

નવી દિલ્હી, દિવાળી વખતે પ્રદુષણના નામે ફટાકડા ફોડવા પર મુકાતા પ્રતિબંધનો સોશિયલ મીડિયા પર એક મોટો વર્ગ વિરોધ કરી રહ્યો છે. ફટાકડાના બેન પર એક્ટ્રેસ કંગના રાવત પણ ભડકી છે. કંગનાએ આધ્યાત્મિક ગુરૂ જગ્ગી વાસુદેવ સદુગરૂનો એક વિડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જેમાં સદગુરૂ બાળપણમાં ફટાકડા ફોડવાની પોતાની યાદો શેર કરી રહ્યા છે.

સાથે સાથે કંગનાએ કટાક્ષ કર્યો છે કે, ફટાકડાના પ્રદુષણનો વિરોધ કરનારા પર્યાવરણવાદીઓએ ૩ દિવસ પોતાની કાર છોડીને પગપાળા ઓફિસ જવુ જાેઈએ. સદગુરૂ તો એવા વ્યક્તિ છે જેમણે લાખો વૃક્ષ ઉગાડીને દુનિયામાં વર્લ્‌ડ રેકોર્ડ સર્જયો છે.

કંગનાનુ રિએક્શન અનિલ કપૂરની પુત્રી રીયા કપૂરની પોસ્ટ બાદ આવ્યુ છે. રીયા કપૂરે દિવાળી પર ફટાકડા નહીં ફોડવા માટે લોકોને અપીલ કરી છે. કંગના આગામી દિવસોમાં ધાકડ, તેજસ અને ઈમરજન્સી જેવી ફિલ્મોમાં નજર આવશે. તાજેતરમાં જ તેની ફિલ્મ થલાઈવી રિલિઝ થઈ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.