ચીને ત્રણ સ્થળે મિસાઈલ સાઈલો બનાવ્યાનો ખુલાસો
બીજિંગ, ચીનને લઈને વધુ એક ચોંકાવનારી ખબર સામે આવી છે. સેટેલાઈટ તસવીરથી ખુલાસો થયો છે કે ચીન ઓછામાં ઓછા ત્રણ સ્થળ પર મિસાઈલ સાઈલો બનાવી રહ્યુ છે. અમેરિકી થિંક ટેન્ક ફેડરેશન ઑફ અમેરિકન સાઈન્ટિસ્ટે પ્લેનેટ લેબ્સ અને મેક્સાર ટેકનોલોજીસ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી તસવીરના આધાર પર દાવો કર્યો છે કે ચીન ઉત્તરી મધ્ય ચીનના યુમેન, હામી અને ઑર્દોસમાં મિસાઈલ સાઈલોનુ તેજીથી નિર્માણ કરી રહ્યુ છે. આ સાઈલો આકારમાં ઘણા મોટા છે.
તસવીરમાં ચીનના ત્રણ સાઈલો જ દેખાઈ રહ્યા છે પરંતુ એફએએસનુ માનવુ છે કે એશિયાઈ દેશ ૩૦૦ નવા મિસાઈલ સાઈલો બનાવી રહ્યુ છે. એફએએસ રિસર્ચનુ એ પણ કહેવુ છે કે જેટલી ઝડપથી કામ થઈ રહ્યુ છે, તેનાથી તેમને એ વિશ્વાસ થઈ રહ્યો છે કે આ તમામ ચીની સેનાના આધુનિકીકરણ કાર્યક્રમ સાથે સંબંધિત છે. એફએસએએ મિસાઈલો પર કામનુ આંકલન સાપ્તાહિક આધાર પર કર્યુ છે. આ મિસાઈલોથી પરમાણુ હથિયાર લોન્ચ કરવામાં આવી શકે છે.
એફએએસ રિપોર્ટના લેખક મૈટ કોર્ડા અને હંસ એમ ક્રિસ્ટેન્સને મંગળવારે કહ્યુ કે આ ચીનનુ અભૂતપૂર્વ પરમાણુ નિર્માણ છે. તેમણે કહ્યુ કે આનાથી ચીન દ્વારા ન્યૂનતમ સ્તર પર પરમાણુ હથિયાર ઉપયોગ કરવા અને તેમની નીતિઓ વિશે સવાલ પેદા થઈ રહ્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મિસાઈલ સાઈલ ફીલ્ડના અત્યારે શરૂ થવામાં કેટલાક વર્ષ છે પરંતુ એ જાેવાનુ હશે ભવિષ્યમાં ચીન આનો ઉપયોગ કેવી રીતે કરે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ સૌથી મોટા મિસાઈલ સાઈલો છે.
કોર્ડા અને ક્રિસ્ટેન્સન બંનેને ડર છે કે જે સ્પીડથી ચીન સાઈલો મેન્યૂફેક્ચરિંગમાં લાગ્યા છે. તેનાથી પરમાણુ પ્રતિસ્પર્ધા વધી શકે છે. આ વર્ષે જૂનમાં તેમની પહેલી સાઈલો ફીલ્ડ વિશે જાણકારી મળી હતી જ્યારે જુલાઈમાં આવેલી વધુ એક રિપોર્ટમાં બીજા સાઈલોની વાત કહેવામાં આવી હતી. આ ખબર એવા સમયે સામે આવી છે જ્યારે ચીન અને અમેરિકામાં તણાવ વધી ગયો છે. ખાસકરીને તાઈવાનના મુદ્દા પર બંને દેશ સામ-સામે છે.SSS