Western Times News

Gujarati News

તાલિબાનના ખાસ કમાન્ડરનો આઈએસે ખાતમો કરી નાખ્યો

કાબુલ, તાલિબાન ભલે અફઘાનિસ્તાનમાં કબજાે મેળવી શક્યું છે પરંતુ ઈસ્લામિક સ્ટેટે (આઈએસ) તેના નાકમાં દમ કરી નાખ્યો છે. આતંકી સંગઠન આઈએસે તાલિબાનને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો આપતા તેના ખાસમખાસ કમાન્ડરનો ખાતમો કરી નાખ્યો છે.

આ કમાન્ડર પાકિસ્તાનના ઈશારે નાચતા તાલિબાનના હક્કાની નેટવર્ક સાથે જાેડાયેલો હતો. વાત જાણે એમ છે કે બુધવારે કાબુલમાં આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં તાલિબાન સરકારમાં ગૃહમંત્રી બનેલા હક્કાની નેટવર્કના મુખિયા સિરાજુદ્દીન હક્કાનીના મુખ્ય સૈન્ય રણનીતિકાર અને કાબુલના કમાન્ડર હમદુલ્લાહ મુખલિસનું મોત થયું છે.

હમદુલ્લાહ મુખલિસ તાલિબાનની અફઘાનમાં વાપસી બાદ મોતને ભેટેલો સૌથી સીનિયર અને મહત્વનો વ્યક્તિ છે. તાલિબાન મીડિયા અધિકારીએ કહ્યું કે જ્યારે હમદુલ્લાહને સૂચના મળી કે સરદાર દાઉદ ખાન હોસ્પિટલ પર હુમલો થઈ રહ્યો છે તો કાબુલ કોરનો કમાન્ડર મુખલિસ તરત ઘટનાસ્થળે પહોંચ્યો અને ત્યાં ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ સાથે લડાઈમાં માર્યો ગયો. તાલિબાની અધિકારીએ જણાવ્યું કે તેને રોકવાની કોશિશ કરાઈ હતી પરંતુ તે ન માન્યો અને હસીને ચાલ્યો ગયો.

કહેવાય છે કે કાબુલ પર કબજા બાદ અશરફ ગનીના કાર્યાલયમાં સૌથી પહેલા ઘૂસનારો વ્યક્તિ હમદુલ્લા જ હતો. અશરફ ગનીની ઓફિસમાં ખુરશી પર બેઠેલા જે વ્યક્તિની તસવીર વાયરલ થઈ હતી તે હક્કાનીનો કમાન્ડર હમદુલ્લા હતો. તેનું મોત હક્કાની નેટવર્ક માટે કોઈ મોટા ઝટકાથી કમ નથી. અત્રે જણાવવાનું કે કાબુલના મુખ્ય સૈનિક હોસ્પિટલ પર થયેલા હુમલામાં ૧૯ લોકોના મોત થયા હતા અને ૫૦થી વધુ ઘાયલ થયા. આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ-ખુરાસાન (આઈએસ-કે)એ લીધી છે.

હક્કાની નેટવર્ક અને પાકિસ્તાન વચ્ચે ખુબ નીકટના સંબંધ રહ્યા છે. પાકિસ્તાન પોતાની નાપાક હરકતોને અંજામ આપવા માટે સમયાંતરે આ નેટવર્કનો સહારો લેતું રહ્યું છે. આ ગ્રુપની સ્થાપના જલાલુદ્દીન હક્કાનીએ કરી હતી. પાકિસ્તાને આ નેટવર્કની પૈસા અને હથિયારની રીતે ખુબ મદદ કરી હતી.

તાલિબાની ગૃહ મંત્રાલયના પ્રવક્તા કારી સૈયદ ખોસ્તીએ વિસ્ફોટની ગણતરીની મિનિટોમાં તેની પુષ્ટિ કરીને જણાવ્યું કે અનેક લોકો અસરગ્રસ્ત થયા છે. જાે કે તેમણે કોઈ વિવરણ આપ્યું નહતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.