Western Times News

Gujarati News

સુરતમાં ઓનલાઈન ગલુડિયું ખરીદવું ગ્રાહકને રૂ.૮ લાખથી વધુમાં પડ્યું, આફ્રિકન ઝડપાયો

સુરત, અત્યારના સમયમાં કોઈપણ વસ્તુની ખરીદી કે વેચાણ માટે ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ વધી ગયો છે ત્યારે ઓનલાઈ ગઠિયા પણ એક્ટીવ થયા છે. અને લોકો સાથે ઓનલાઈન ફ્રોડ કરીને લાખો રૂપિયા સેરવી લેતા હોય છે. ત્યારે આવી જ એક ચેતવણીરૂપ ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે.

ઓનલાઈન વેબ સાઈટ પર ગલુડિયું વેચવાની જાહેરાત મુકી કસ્ટમરને ગલુડિયું ખરીદવા માટે અલગ અલગ ચાર્જ જણાવી તેઓ પાસેથી રૂપિયા પડાવી લઈ ગલુડિયું નહી આપી છેતરપિંડી કરનાર આરોપીને સાયબર પોલીસે વેસ્ટ આફ્રિકાના આરોપીને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડી ઓનલાઈન સાયબર ક્રાઈમનો ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.

બનાવની વાત કરીએ તો ગઈ તારીખ – ૦૭-૦૫-૨૧ ના રોજ કલીક ઈન નામની વેબસાઈટ પર રૂ.૧૩૦૦૦માં ગલુંડીયું વેચવાની જાહેરાત એક ઈસમ દ્વારા મુકવામાં આવી હતી. જેમાં એક કસ્ટમરે ગલુડીયુ ખરીદવા માટે તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. અને નામ, સરનામા તથા મોબાઈલ નંબરની વિગતો આપી ભેજાબાજના જણાવ્યા પ્રમાણે ગલુડિયાની કિંમત રૂ.૧૩૦૦૦ મોબાઈલ મારફતે પેટીએમ કરી પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

ત્યાર બાદ ભેજાબાજાેએ કસ્ટમર સાથે લોભમણી -લલચામણી વાતો કરી અલગ અલગ ચાર્જ જેવા કે ઈન્સ્યોરન્સ, બ્રીડર્સ લાયસન્સ સર્ટીફીકેટ, કોરોન્ટાઈન સર્ટીફીકેટ ચાર્જ, વિગેરે મળી કુલ રૂ. ૧,૬૨,૪૦૦ તથા આઈડીએફસી બેંક મારફતે ૬,૬૮,૮૦૦ મળી કુલ રૂ, ૮,૬૨,૨૦૦ ટ્રાન્સફર કરી દીધા હોવા છતાં પણ આજદિન સુધી ઠગબાજાેએ ગલુડિયાની ડીલીવરી ન કરી રીફંડ પણ પરત કર્યુ ન હતુ.

દરમિયાન કસ્ટમરને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેઓએ સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડીનો ભોગ બનનાર કસ્ટમરની ફરીયાદના આધારે ગુનો નોંધી તપાસ આદરી હતી.દરમિયાન પોલીસે બાતમીના આધારે વેસ્ટઆફ્રિકાના નિયોન્ગાબસેન હિલેરીને બેંગ્લોરની ઝડપી પાડી તેની પાસેથી પાંચ મોબાઈલ કબ્જે કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આરોપી ઓનલાઈન વેબ સાઈટ ઉપર ગલુડીયુ વેચતાની જાહેરાત મુકતો હતો.ત્યારે કોઈ કસ્ટમર ગલુડિયાની ખરીદી કરવા માંગતા હોય તેની પાસેથી અલગ અલગ ચાર્જ પેટે રૂપિયા પડાવી લઈ ગલુડિયાની ડિલીવરી ન હતી ઠગાઈ આચરતો હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો, ત્યારે ઓન લાઈન ખરીદી કરતાં લોકોએ પણ યોગ્ય ખરાઈ કર્યા બાદ જ ખરીદી કરવી હિતાવહ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.