Western Times News

Gujarati News

ફટાકડાથી થયુ બાળકનુ મોત, ઊલટીમાં ફટાકડા જાેઈને તબીબો પણ ચોંકી ઉઠ્‌યા

સુરત, બાળકોને ફટાકડા બહુ જ પ્રિય હોય છે. તેમાં પણ ખાસ કરીને પોપ અપ ફટાકડાનું જાણે બાળકોમાં વળગણ લાગી ગયુ છે. નાના બાળકો પણ પોપ અપ ફેંકીને ફોડવાની મજા લેતા હોય છે. પણ બાળકોના હાથમાં પોપ અપ આપતા પહેલા સાવધાન થઈ જવાય તેવો કિસ્સો બન્યો છે.

સુરતમાં ત્રણ વર્ષના બાળકનું પોપ અપ ગળી જતા મોત નિપજ્યુ છે. ઝાડા ઉલટીમાં બાળકના પેટમાથી પોપ અપ નીકળતા જાેઈને તબીબો પણ ચોંકી ગયા હતા.

મૂળ બિહારા રાજ શર્મા ૮ મહિના પહેલા પરિવાર સાથે સુરત રહેવા આવ્યા હતા. તેઓ સુથારી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

તેમને સંતાનમાં ૩ વર્ષનો દીકરો શૌર્ય અને ૨ વર્ષની દીકરી છે. ત્યારે તેમનો પુત્ર શૌર્ય અચાનક માંદો પડ્યો હતો. તેથી તેને નજીકના ડોક્ટર પાસે સારવાર માટે લઈ જવાયો હતો. અચાનક તેને ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા. જેમાં શૌર્યની ઉલટીમાંથી પોપ અપ ફટાકડા નીકળ્યા હતા.

શૌર્યની ઉલટીમાંથી પોપ અપ નીકળતા તબીબો પણ ચોંકી ઉઠ્‌યા હતા. તેને તાત્કાલિક બોટલ ચઢાવવામા આવ્યા હતા. જેના બાદ ફરીથી તેની ઉલટીમાંથી પોપ અપ નીકળ્યા હતા. શૌર્યની સ્થિતિ ગંભીર બનતા તેને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેના બાદ તેનુ મોત નિપજ્યુ હતું. આમ, પોપ અપ ગળી જવાથી એક માસુમનું મોત નિપજ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના બહુ જ ગંભીર છે. બાળકોને નાના ફટાકડા પકડાવીને નિશ્ચિંત થઈ જતા માતાપિતા માટે આ કિસ્સો ચોંકાવનારો છે. બાળકો નાસમજ હોય છે, તેઓ શું પેટમાં નાંખે છે અને શું નથી નાંખતા તેની પણ તેમને ખબર હોતી નથી. આવામાં જાે તેમના પર ધ્યાન આપવામાં ન આવે તો આવા કિસ્સા વધી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.