ગામડાંઓમાં રોજગારમાં ભારે ઘટાડો જે દેશના અર્થતંત્ર માટે શુભ નથીઃ રિપોર્ટ
ઓકટોબર મહિનામાં પ૪.૬ લાખ ભારતીયોએ નોકરી ગુમાવીઃ CMIE
નવીદિલ્હી, માત્ર ઓકટોબર મહિનામાં સંગઠીત અને બિનસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા ઓછામાં ઓછા પ૪.૬ લાખ ભારતીયોએ નોકરી ગુમાવી દીધી હોવાનો અહેવાલ ભારતના અર્થતંત્ર પર નજર રાખનાર સંસ્થા સીએમઆઈઈએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે.
વધુમાં અહેવાલ જણાવે ેછ કે નોકરી ગુમાવનારા લોકોની સંખ્યા હજી વધુ હોત, પરંતુ ઈન્ફર્મેશન ટેકનોલોજી, છૂટક વ્યાપાર અને શૈક્ષણીક ક્ષેત્રોમાં રોજગારની તકના કારણે આ આંકડો ઓછો રહયો છે. જાેકે તેમાં પણ શહેરોમાં નોકરી, રોજગાર વધ્યા છે તો ગામડાંઓમાં ભારે ઘટાડો થયો છે જે દેશના અર્થતંત્ર માટે શુભ નથી.
ભારતીય અર્થતંત્ર પર નિયંત્રણ રાખનાર સીએમઆઈઈના માસિક આંકડાઓ મુજબ ઓકટોબરમાં ૪૦.૦૮ કરોડ નાગરીકોને રોજગાર મળ્યો છે. જાેકે તે સપ્ટેમ્બરના ૪૦.૬ર કરોડના આંકડા કરતાં ૬ર.૪ લાખ ઓછો છે.
સપ્ટેમ્બર કરતાં ઓકટોબરમાં રોજગાર અને નોકરી બંનેમાં ઓટ આવી છે. દેશની કામદાર ભાગીદારીનો દર લેબર ફોર્સ પાર્ટીસીપેશન રેટ સપ્ટેમ્બરમાં ૪૦.૬૬ ટકા હતો તે ઓકટોબરમાં ઘટીને ૪૦.૪૧ ટકા થઈ ગયો છે. ઓગષ્ટમાં આ દર ૪૦.પર ટકા હતો. આશાની વાત એ છે કે નોકરીયાત શહેરી લોકો માટે સપ્ટેમ્બર કરતાં ઓકટોબરમાં ૭.૧ર લાખ તક વધી છે. તેની સામે ગ્રામ્ય નાગરીકો માટે સંગઠીત બિનસંગઠીત રોજગારની તક ૬૦ લાખ ઓછી થઈ ગઈ છે.
ક્ષેત્ર પ્રમાણે નજર કરીએ તો ઉધોગોમાં બાંધકામ ક્ષેત્રમાં પડતી આવતાં ૭૦ લાખ રોજગાર ઓછા થઈ ગયા છે. સ્વિગી ઝોમેટો, રિલાયન્સ ગ્રીન જેવાં સેકડો સાહસોમાં ડીલીવરીથી માંડી વિવિધ કામ આપતા સવિર્સ ક્ષેત્રમાં વૃદ્ધિ થવાથી બેરોજગારીને થોડીક બ્રેક વાગી છે.
શહેરી રોજગારમાં ઈન્ફેમેશન ટેકનોલોજી, છૂટક વ્યાપાર, ટેક્ષટાઈલ વગેરેમાં રોજગાર-નોકરીની તક વધી રહી છે. તેની સામે ગામોમાં ખેતી, મજૂરી વગેરેમાં ભારે ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતો માને છે કે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગાર વધે તો જ દેશના અર્થતંત્રમાં ખરો સુધારો જાેવા મળશે.