ક્રિકેટ સટ્ટો: ખેલીથી લઈને બુકી સુધી ‘તોડ’ કરવાનું પોલીસનું નવું હથિયાર
મોબાઈલમાં ક્રિકેટ મેચની આઈડી લઈને ફરનાર ખેલીઓ-બુકીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરી તેમની પાસેથી લાખો રૂપિયાની વસુલાત કરવામાં આવે છે
અમદાવાદ, આઈપીએલની સિઝન પૂરી થતાંની સાથે ટી-ર૦ વર્લ્ડકપ શરૂ થઈ ગયો છયે. બુકીઓ અને ખેલીઓ માટે ટી-ર૦ની મેચ કોઈ તહેવારથી કમ નથી ત્યારે પોલીસ કર્મચારીઓ માટે પણ આ મેચની સિઝન તહેવાર બરાબર હોય તેવું લાગી રહ્યું છે. મોબાઈલમાં આઈડી પર ચાલતા ક્રિકેટ મેચના સટ્ટામાં પોલીસને તોડ કરવા માટેનું વધુ એક લાઈસન્સ મળી ગયું છે.
મેચ શરૂ થાય ત્યારે પોલીસ ભૂખ્યા વરૂની જેમ બજારમાં બુકીઓ તેમજ ખેલીઓને પકડવા માટે ઉતરી પડે છે.
ક્રિકેટમાં સટ્ટો વર્ષોથી રમાતો આવ્યો છે. અને આવનારા વર્ષોમાં પણ રમાતો રહેશે, જેને રોકવો પોલીસ માટે અશક્ય છે પહેલાં બોબડી લાઈન તેમજ ટેલિફોનિક ભાવ આપીને બુકી ક્રિકેટ સટ્ટો રમાડતા હતા, જેના કારણે પોલીસ ઠેર ઠેર રેડ કરવા લાગી હતી અને સંખ્યાબંધ લોકોની ધરપકડ કરી હતી.
પોલીસ તે સમયે માત્ર બુકીઓની ધરપકડ કરતી હતી, પરંતુ ખેલીઓ બચી જતાં હતા. જાે પોલીસ કેસ કરે તો હિસાબમાં જે ખેલીનું નામ નીકળે તેના અધારે તેની ધરપકડ થઈ હતી અથવા તો તેની પાસેથી વહીવટ લઈને છોડી મૂકવામાં આવતો હતો.
બોબડી લાઈન તેમજ બંધબારણે ચાલતા સટ્ટામાં પોલીસની ધોંસ વધતાંની સાથે હવે બુકીઓએ સટ્ટાની પેટર્ન બદલી દીધી છે. હાલ ઓનલાઈન સટ્ટાનો ટ્રેન્ડ ચાલી રહ્યો ેછે,
જેમાં હાર-જીત થતીછ હોય છે. બુકીઓ સટ્ટો રમાડવા માટે ડાયમંડ અને બીટાક્યુલર નામની મોબાઈલ એપ્લિકેશનનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. બીટાક્યુલર અને ડાયમંડ એપ્લિકેશનનું હેન્ડલિંગ દુબઈથી કરવામાં આવે છે, જ્યાં અમદાવાદના બુકીઓને ખાસ પ્રકારનો પાસવર્ડ આપવામાં આવે છે. દુબઈમાં બેઠેલા બુકીઓ આ એપ્લિકેશનમાં મેચમાં કેટલો ભાવ હશે તેનું વિગતવાર અપડેટ મોકલશે, જેના આધારે અમદાવાદના બુકીઓ ખેલીઓને ભાવ આપશે.
ક્રિકેટમાં માત્ર હાર-જીત નહીં, પરંતુ એક એવરમાં કેટલા રન થશે, કયો ખેલાડી સૌથીવધારે રન મારશે, કયો ખેલાડી ફ્લોપ જશે, બોલર કેટલી વિકેટ લેશે, સિક્સર અને બાઉન્ડરી કેટલી ફટકારશ, ૬ ઓવરમાં કેટલા રન થશે તે મામલે પણ કરોડો રૂપિયાનો સટ્ટો લગાવવામાં આવે છે.
ખેલીઓ પાન પાર્લર, કાર કે પછી કોફી શોપ સહિત અલગ અલગ જગ્યા પર બેસીને સટ્ટો રમતા હોય છે જ્યારે બુકીઓ પણ હોટલમાં કે કોઈ ગુપ્ત જગ્યા પર બેસીને સટ્ટો રમાડતા હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટી-ર૦ મેચમાં બુકીઓ તેમજ ખેલીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું હતું.
પોલીસે બુકીઓ તેમજ ખેલીઓને પકડવા માટે તખ્સો તૈયાર કરી લીધો છે, જે પૈકી જૂના બુકીઓ ઉપર પોલીસ નજર રાખી રહી છે ત્યારે હોટલ, પાન પાર્લર, કાફે તેમજ વાહનોમાં કલાકો સુધી બેઠેલા લોકો ઉપર વોચ રાખી રહી છે. પોલીસ પહેલાં ખેલીને પડકે છે ત્યારબાદ બુકીઓ સુધી પહોંચે છે. હાલ પોલીસે તોડ કરવા માટેનો નવો રસ્તો અપનાવી લીધો છે.
પહેલાં ખેલીને આઈડી સાથે પકડે છે ત્યારબાદ એક પછી એક ચેઈન સુધી પહોંચે છે. અને છેલ્લા બુકી સુધી પહોંચી જાય છે. ખેલી જાે કોઈનું નામ ખોલે તો પહેોાં તેની ધરપકડ કરીને તેની પાસેથી કટકી કરવામાં આવે છ. ત્યારબાદ જે તે વ્યક્તિ બુકીનું નામ ખોલે છે. જ્યાં તેની પણ ધરપકડ કરીને ગણતરીના કલાકોમાં લાખો રૂપિયાનો તોડ કરીને છોડી મૂકવામાં આવે છ.