ભાઈબીજ પછી કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલ્ટાની શકયતા
અરબી સમુદ્રમાં સર્જાનાર લો પ્રેશર બે દિવસ પછી સક્રિય બનશે
ગાંધીનગર, નેઋત્યના ચોમાસું વિદાય લેવા સાથે જ હિમાલયના પર્વતીય ક્ષેત્રોમાં થયેલી હીમ વર્ષના કારણે છેક પશ્ચિમ ભારત સુધી ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. તેની સાથોસાથ હવે નવેમ્બરના આરંભમાં અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં સમુદ્રીય હવામાનમાં આવતાં ફેરફારોની અસર સક્રિય રીતે છેક ગુજરાત સુધી થાય એવી શકયતાઓ છે.
બીજી તરફ આ સીસ્ટમ્સના લીધે પવનની ગતિ વધવા સાથે દિશા બદલાતાં રાજયના અનેક ભાગોમાં રાત્રિના તાપમાનમાં થોડોક વધારો થયો છે. બીજા અર્થમાં કહીએ તો ઠંડીનું જાેર થોડું ઘટયું છે. અરબી સમુદ્રમાં કેરળ, તામીલનાડુ નજીક હવાનું એક હળવું દબાણ સર્જાઈ રહયું છે. આગામી બે દિવસના આ હવાનું હળવું દબાણ સક્રિય રીતે આકાર પામી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં ગતિ કરી શકે છે.
આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં પણ આવી એક સીસ્ટમની અસરથી પૂર્વીય પ્રદેશોમાં પણ વરસાદી માહોલ સર્જાશે. તો આ તરફ કેરળ, તામીલનાડુ, ગોવા, મહારાષ્ટ્ર સુધી અરબી સમુદ્રમાં સર્જાનાર હવાના હળવા દબાણથી વરસાદી માહોલ એટલે કે કયાંક કમોસમી વરસાદ થશે. ગુજરાતમાં ભાઈબીજ પછી દિવસે ગરમીમાં થોડોક વધારો થવા સાથે સૌરાષ્ટ્ર, દક્ષીણ ગુજરાતનાં ભાગોમાં વાદળીયા વાતાવરણ વચ્ચે કયાંક કમોસમી વરસાદની શકયતા છે.
દરમ્યાન રાજયમાં સર્વત્ર ઠંડીનું પ્રમાણ થોડુંક ઘટયું છે. અમદાવાદમાં મંગળવારે વહેલી પરોઢે ન્યુનત્તમ તાપમાન ૧૭ ડીગ્રી નોધાયું હતું.
જયારે દિવસનું તાપમાન ૩પ.પ ડિગ્રી સુધી પહોચી ગયું હતું. આ જ રીતે રાજયના અન્ય શહેરોમાં ન્યુનતમ તાપમાન ઠંડી વડોદરા ૧૬.૬ ડીગ્રી, ગાંધીનગર ૧પ અમરેલી ૧૪.૬, ભાવનગર ૧૯ જુનાગઢ ૧૮.૮ નલીયા ૧પ.૮ ડીસા ૧૭.૪ સુરત ર૩.૬, રાજકોટ રર.ર, ભુજ ૧૯.૪ વેરાવળ ર૦.૬ ડીગ્રી નોધાયું હતું.