Western Times News

Gujarati News

૭૦ કિલોની વ્યક્તિ ચાલે તો પણ તૂટે નહિ તેવા ફટાકડા

diwali bomb explosion detailed style icon design, india festival of lights theme Vector illustration

વડોદરા, સરકારના વોકલ ફોર લોકલના અભિયાનને વડોદરાના પ્રજાપતિ સમાજે ઉપાડી લીધું છે. આ સમાજ દ્વારા માટીના અવનવા ફટાકડા બનાવી માર્કેટમાં વેચાઇ રહ્યા છે, જેનાથી માટી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને નવું જીવન મળી રહ્યું છે. સાથે જ આ ફટાકડા પર્યાવરણમાં થતા પ્રદૂષણને પણ ઓછું કરે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૂત્ર સ્વદેશી વસ્તુ અપનાવો દેશ બચાવો એટલે કે લોકલ ફોર વોકલના અભિયાનને વેગવંતુ બનાવવા દેશભરમાંથી પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે વડોદરાના પ્રજાપતિ સમાજનું એક નવું અભિયાન જાેવા મળ્યું છે. પરિવાર ફાઉન્ડેશન દ્વારા માટી ઉદ્યોગને વેગ મળે તે માટે વિસરાઈ ગયેલું દેશી દારૂખાનું એટલે કે માટીના ફટાકડા બનાવવામાં આવ્યા છે.

જેમાં માટીની કોઠી, કાગળની ભોંય ચકરડી, અને વાંસની હાથ છડી, પોપઅપ, ભોંય ફટાકડા સહિતની વસ્તુઓ માટી ઉદ્યોગકારો પાસે બનાવવામાં આવી છે અને તે ફટાકડા માર્કેટમાં વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

પરિવાર ફાઉન્ડેશનના નિતલ ગાંધી દ્વારા ૬ માસના રિસર્ચ બાદ ફટાકડા તૈયાર કરાયા છે. લોકોમાં પણ માટીના ફટાકડાને લઈ ઉત્સુકતા પણ જાેવા મળી રહી છે.

સામાન્ય ફટાકડા કરતા માટીના ફટાકડા સુરક્ષિત છે. ૭૦ કિલોનો વ્યક્તિ પણ માટીના ફટાકડા ઉપર ચાલે તો તે કોઠી તૂટતી નથી. એટલે કે તે એકદમ સુરક્ષિત છે. માટીના ફટાકડાની ખાસિયત એવી છે કે, તે ફાટશે નહિ. માટી ઉદ્યોગને વેગ મળશે તો ઇકો ફ્રેન્ડલી દિવાળી પણ થશે. વડોદરાના લોકો મોટી સંખ્યામાં માટીના ફટાકડા ખરીદવા પહોંચી રહ્યા છે. પરિવાર ફાઉન્ડેશન દ્વારા આ ફટાકડા વેચી તેનો નફો સમાજ સેવામાં વાપરવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.