ઈંગ્લેન્ડમાં રહેતી વ્યક્તિનું આખું ઘર ચોરાઇ ગયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Home1.jpg)
લ્યુટેન, વિશ્વના દરેક મનુષ્ય માટે તેનુ ઘર ખૂબ જ મહત્વપૂર્ણ છે. માણસ તેના સપનાનું ઘર બનાવવા સંપૂર્ણ બચત કરે છે. કહેવાય છે ને દુનિયાનો છેડો એટલે ઘર. પરંતુ જાે તમારું ઘર એક જ ઝાટકે ચોરી થઈ ગયું હોય તો? જાે તમે તમારું આખું જીવન બિલ્ડિંગમાં રોકાણ કર્યું હોય તે ઘર અચાનક તમારુ ના રહે તો? દેખીતી રીતે જ, આનાથી વધુ કંઈ તમને કોઈ મોટો ઝટકો મળી શકતો નથી.
આવો જ એક કિસ્સો ઈંગ્લેન્ડના લ્યુટેનમાં સામે આવ્યો હતો. અહીં રહેતા એક વ્યક્તિને જ્યારે ખબર પડી કે તેનું ઘર હવે તેનું નથી, ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ કેસ ઈંગ્લેન્ડના લુટ્ટેનથી સામે આવ્યો હતો. અહીં રહેતા માઇક હોલ વ્યવસાયે ચર્ચમાં પાદરી છે. તે થોડા દિવસો માટે નોર્થ વેલ્સ ગયા હતા.
તેમને ત્યાં થોડો સમય રહેવું પડ્યું. પછી જ્યારે તે ઘરે પાછા ફર્યા ત્યારે તેમને દરવાજાથી જ કંઈક ખોટું લાગવા માંડ્યું. સૌથી પહેલાં તો જ્યારે તે પોતાની ચાવીથી ઘરનો દરવાજાે ખોલવા માંગતા હતા, ત્યારે ખુલી નહિ શક્યું. જ્યારે તેઓએ બેલ વગાડ્યો ત્યારે બીજા કોઈએ દરવાજાે ખોલ્યો.
પછી માઇકને જે ખબર પડી તેનાથી તેમના હોશ ઉડી ગયા. માઇકનું ઘર હવે તેનું નથી. તેના ઘરની બધી વસ્તુઓ બદલાઈ ગઈ હતી. ઘરનો દરેક સામાન નવો હતો. તેમને કહેવામાં આવ્યું કે આ ઘર હવે તેમનું નથી. આ ઘર બીજા કોઈએ ૧૩.૩ મિલિયનમાં ખરીદ્યું હતું અને હવે તે ઘરનો માલિક હતો. આ સાંભળ્યા પછી માઇકને ખૂબ આઘાત લાગ્યો. તેણે પોલીસને ફોન કર્યો.
પરંતુ જ્યારે કાગળો જાેવા મળ્યા ત્યારે પોલીસે માઇકને પણ ઘરની બહાર નીકળવા નું કહ્યું હતું. ખરેખર, ઘર કાયદેસર રીતે વેચાયું હતું અને હવે માઇક ઘરનો માલિક નહોતો. હકીકતમાં, આ ઘર કાનૂની રીતે છેતરપિંડી દ્વારા વેચવામાં આવ્યું હતું. જેના માટે અગ્રીમેન્ટ થઈ ચૂક્યા છે.
આ ઘરનું નામ નવા માલિકના નામ પરથી રાખવામાં આવ્યું હતું. માઇક છેતરપિંડીનો ભોગ બન્યો હતો. તેના નામે કોઈએ ઘર વેચી દીધું હતું અને નવા ખાતા મારફતે આખી રોકડ પણ પાછી ખેંચી લેવામાં આવી હતી. આ કેસ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ફ્રોડ દ્વારા ઘર વેચવામાં આવ્યું હોવા છતાં તેને કાયદેસર રીતે વેચવામાં આવ્યું છે. એવામાં માઇક હવે આ ઘરનો માલિક નથી રહ્યો. આ કેસની હવે તપાસ ચાલી રહી છે. માઇક અધિકારો માટે લડી રહ્યા છે. જાેકે આ કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.SSS