અક્ષય-કેટરિનાની ફિલ્મ સૂર્યવંશીનું નવું ગીત રિલીઝ

મુંબઈ, સૂર્યવંશી’નું નવું ગીત નાજા બુધવારે લોન્ચ કરવામાં આવ્યું છે. ગીતમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફ પોતાનો સ્વેગ બતાવતા જાેવા મળી રહ્યા છે. આ ગ્રોવિંગ ગીતમાં બંને વચ્ચે શાનદાર કેમેસ્ટ્રી જાેવા મળી રહી છે. આ અક્ષય-કેટરિના ગીત પાવ ધારિયાના ગીતની રિમેક છે.
ગીતનું સંગીત તનિષ્ક બાગચીએ રિક્રિએટ કર્યું છે. ગીતમાં કેટરિના કૈફ અને અક્ષય કુમાર બંને બ્લેક આઉટફિટમાં ખૂબ જ ડેશિંગ લુકમાં જાેવા મળી રહ્યા છે. ‘નાજા’ ગીતની ખાસ વાત એ છે કે તમે તેને સાંભળતા જ પાર્ટી મોડ ઓન થઈ જશે. તેમજ ડાન્સના દિવાના ચાહકો આ ગીત સાંભળતા જ ડાન્સ કરવા મજબૂર થઈ જશે.
આખું ગીત એક જ આઉટફીટમાં કવર કરાયું છે. અક્ષય અને કેટરીના બ્લેક આઉટફિટમાં છે. તેમના બેક ગ્રાઉન્ડમાં સેંકડો ડાન્સર અને હેલિકોપ્ટર અને વાહનો દેખાય છે. આ પહેલા ફિલ્મના બે ગીતો- મેરે યારા અને આઈલા રે આઈલા લોન્ચ થઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર અને કેટરીના કૈફની ફિલ્મ સૂર્યવંશી દિવાળી પર રિલીઝ માટે તૈયાર છે.
રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ સૂર્યવંશી ભારતમાં ૫ નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. સૂર્યવંશી એક એક્શન ફિલ્મ છે, જેમાં અક્ષય કુમાર સૂર્યવંશી નામના કોપની ભૂમિકામાં જાેવા મળશે. જાે કે કેટરીના કૈફ આ ફિલ્મમાં અક્ષયની લવ પાર્ટનરની ભૂમિકા ભજવશે.SSS