T20 વર્લ્ડકપ: ઇન્ડિયા સેમિફાઈનલની રેસમાંથી બહાર
ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને હરાવતા- હવે સેમિફાઇનલ ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે
દુબઇ: આઈસીસી ટી20 વર્લ્ડકપમાં આજની મેચમાં ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને હરાવતા ટીમ ઇન્ડિયા સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હવે સેમિફાઇનલ ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.
આજે રવિવારે રમાયેલી ટી-20 વર્લ્ડ કપ 2021ની અત્યંત મહત્ત્વપૂર્ણ મેચ ન્યૂઝીલેન્ડે 8 વિકેટથી જીતી લીધી છે. અફઘાનિસ્તાને આ મેચમાં ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી, પહેલા બેટિંગ કરતા અફઘાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 124 રન કર્યા હતા.
જેને કિવીઝ ટીમે 11 બોલ પહેલા ચેઝ કરી મેચ જીતી લીધી છે. આ સાથે જ 8 પોઈન્ટ સાથે ન્યૂઝીલેન્ડની ટીમ પણ વર્લ્ડ કપ 2021ની સેમિફાઈનલમાં ક્વોલિફાય થઈ ગઈ છે. અને ભારતીય ટીમ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, પહેલી 2 હાર ભારતીય ટીમને ખૂબ નડી ગઈ છે.
કાલે ભારત આ વર્લ્ડ કપની છેલ્લી મેચ નામિબિયા સામે રમશે. હવે ગ્રુપ-બીમાંથી ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાની ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય થઈ છે. તેમજ ગ્રુપ-એમાંથી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલ માટે ક્વોલિફાય થયા છે.