બિહાર: ગોપાલગંજમાં ઝેરીલી શરાબ પીધા બાદ 8નાં મોત
1 વર્ષમાં લઠ્ઠાકાંડના પાંચ બનાવોમાં 82નાં મોત
પટના, બિહારના ગોપાલગંજ વિસ્તારમાં ઝેરીલી શરાબ પીધા બાદ 8નાં મોત થતા પોલીસે સમગ્ર વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવી હતી.
બિહારના ગોપાલગંજમાં ઝેરીલી શરાબ પીધા બાદ શરાબીઓ તબીયત લથડતા નજીકની હોસ્પિટલમાં દાખલ કરાતા બચ્ચા યાદવ, મહારાજ યાદવ, હનુમંતસિંહ, મુકેશ પાસવાન, જવાહર સહની, ઉભા સાહ, રમેશ સહની રામ પ્રકાશ રામના મોત થયા હતા.
પોલીસ રિપોર્ટ પ્રમાણે સત્તાવાર 4ના મોત જાહેર થયા છે. એસપી આનંદકુમારે જણાવ્યું હતું કે શરાબીઓના મોતના બનાવની તપાસ ચાલી રહી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે.
ચાર વ્યકિતઓની અટકાયત કરી પુછપરછ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષમાં પાંચ લઠ્ઠાકાંડના બનાવોમાં 82 લોકોના મોત થયા છે.