સ્કવિડ ગેમના નામે શરૂ થયેલી ક્રિપ્ટો કરન્સી ક્રેશ: રોકાણકારોએ લાખો રૂપિયા ગુમાવ્યા
નેટફિલકસ પરની સુપરહીટ સિરીઝ સ્વીડ ગેમના નામે અને ગેમની લોકપ્રિયતાનો લાભ ઉઠાવીને ક્રિપ્ટોકરન્સી બહાર પાડ્યા બાદ અચાનક જ તે ફલોપ બની જતાં તેની લાખો રુપિયાની વેલ્યુ ઝીરો થઇ ગઇ છે અને તેના ક્રિપ્ટો ટોકન પણ વેબસાઈટ પરથી ગાયબ થઇ ગયા છે. ટેક વેબસાઈઝ ગીઝમોડોએ અગાઉ જ સ્વીડ ગેમ સાથે જોડાયેલી ક્રિપ્ટો કરન્સીને એક મોટુ નાણાકીય સ્કેમ બતાવ્યું હતું
પરંતુ તેમ છતાં ગેમના લાખો ચાહકોએ આ ક્રિપ્ટો ટોકનને વધાવી લીધું અને પ્રિ-સેલ પહેલા જ તેના ટોકન થોડા સસ્તામાં વેચાવા લાગ્યા હતા અને બાદમાં તેની વેલ્યુ વધતી ગઇ હતી. સ્વીડ ગેમ ક્રિપ્ટોની માર્કેટ કેપ રુા. 14.5 કરોડ જેટલી પહોંચી ગઇ હતી પરંતુ આ ક્રિપ્ટોની પાછળ કોઇ બ્લોક ચેઇન ટેકનોલોજી કે અન્ય કોઇ સુરક્ષા ન હતી. અને તેમ છતાં મોંઘી થતી જતી હતી અને રોકાણકારો તેમાં સતત નાણા રોકતા હતા.
સ્વીડ ગેમ સિરીઝેએ પણ જાહેરકર્યું કે તેમને આ ક્રિપ્ટો સાથે કોઇ લેવા દેવા ન હતી અને લોકોએ સતત તેમાં રોકાણ કર્યું અને તે ક્રેશ થઇ જતાં રોકાણકારોને મોટી રકમ ગુમાવી પડી છે.
સ્વીડ ગેમએ કોરીયન વેબસિરીઝ હતી જે નેટફિલકસ પર સૌથી વધુ લોકપ્રિય થઇ હતી પરંતુ તેના નામે ક્રિપ્ટોનું અંદાજે રુા. 25.3 કરોડનું કૌભાંડ થઇ ગયું છે. અને તેની વેલ્યુ ઝીરો થઇ ગઇ છે જેથી રોકાણકારોએ તમામ નાણા ગુમાવી દીધા છે.