Western Times News

Gujarati News

આહારની આધ્યાત્મિક સ્તર પરની સકારાત્મકતા નક્કી કરનારા ઘટકો ધ્યાનમાં લો !

મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય વતી આહાર આ વિષય પરનું સંશોધન ઑસ્ટ્રિયા ખાતેની અંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પ્રસ્તુત !

‘મોટાભાગે આપણે આહારનો સ્વાદ અથવા તેમાં રહેલાં પોષણ મૂલ્યો આ બાબત જોઈને તેની પસંદગી કરીએ છીએ; પરંતુ ‘તેનો આપણાં પર આધ્યાતિમક સ્તર પર શું પરિણામ થશે’, આ વિશે કોઈપણ વિચાર કરતું નથી; કારણકે તે આપણને ક્યારેય શીખવવામાં આવ્યું નથી.

આહારના ઘટક સાત્ત્વિક હોવા, તેમજ રસોઈ કરનારી વ્યક્તિ, રસોઈ કરવાની પ્રક્રિયા અને રસોઈઘરનું વાતાવરણ, આ બધાનો ભોજનની સકારાત્મકતા અથવા નકારાત્મકતા પર મહત્ત્વપૂર્ણ પ્રભાવ પડે છે’, એવું પ્રતિપાદન મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના શ્રી. શૉન ક્લાર્કેં કર્યું.

તેઓ ‘સેકંડ ગ્લોબલ સમિટ ઑન ફૂડ સાયન્સ અૅંડ ન્યૂટ્રિશન’, આ વિયેના, ઑસ્ટ્રિયા ખાતે આયોજિત અંતરરાષ્ટ્રીય પરિષદમાં બોલી રહ્યા હતા. આ પરિષદનું આયોજન ‘ધ પલ્સસ ગ્રૂપ, યુ.કે.’એ કર્યું હતું. શ્રી. ક્લાર્કએ ‘આપણો આહાર આપણી પ્રભાવળ પર કેવું પરિણામ કરે છે’ આ શોધનિબંધ પ્રસ્તુત કર્યો.

આ શોધનિબંધના લેખક મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક પરાત્પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલેજી છે અને શ્રી. શૉન ક્લાર્ક આ શોધનિબંધના સહલેખક છે.

મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય વતી પ્રસ્તુત કરવામાં આવેલો આ 82મો શોધનિબંધ હતો. અત્યાર સુધી 15 રાષ્ટ્રીય અને 66 આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિષદોમાં વિવિધ શોધનિબંધો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. તેમાંથી 9 આંતરરાષ્ટ્રીય પરિષદોમાંના શોધનિબંધોને ‘સર્વોત્કૃષ્ટ શોધનિબંધ’ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

શ્રી. ર્ક્લાકે ઉમેર્યું કે, આપણો આહાર આપણી પ્રભાવળ પર સકારાત્મક અથવા નકારાત્મક પરિણામ કરે છે. જ્યારે નકારાત્મક પરિણામ થાય છે, ત્યારે શારીરિક સ્તર પર સુસ્તી, તેમજ વિવિધ માંદગીઓ નિર્માણ થાય છે. માનસિક સ્તર પર આક્રમક વર્તન, ઉદાસીનતા, વૈચારિક ગડબડ, નિર્ણયક્ષમતાનો અભાવ, આવા પરિણામો દેખાઈ પડે છે.

ત્યાર પછી તેમણે ‘પ્રભાવળ અને ઊર્જા માપક યંત્ર’ (યુનિવર્સલ ઑરા સ્કૅનર (યુ.એ.એસ.)) ના માધ્યમ દ્વારા શાકાહારી અને માંસાહારી પદાર્થો, તેમજ વિવિધ કાચા ઘટકો, તેમજ આ પદાર્થ ગ્રહણ કરનારી વ્યક્તિ વિશે કરેલી કસોટી વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી.

માંસાહારી પદાર્થોના કોઈપણ ઘટકોમાં સકારાત્મક ઊર્જા મળી નહીં. તેમની નકારાત્મક ઊર્જાની પ્રભાવળ મટનમાં 194.6 મિટર, મરઘીના માંસમાં 188.5 મિટર, બાંગડાં (માછલીનો પ્રકાર)માં 36.6 મિટર, ઇંડામાં 17 મિટર હતી. શાકાહારી પદાર્થોના સર્વ ઘટકોમાં સકારાત્મક ઊર્જા મળી આવી, તે સાથેજ નાકરાત્મક ઊર્જા પણ હતી;

પરંતુ માંસાહારી પદાર્થોની સરખામણીમાં ઘણાં ઓછાં પ્રમાણમાં હતી. ઉપરનાં પદાર્થ ઘ્રહણ કરનારી વ્યક્તિની પદાર્થ ગ્રહણ કર્યા પછી ૫ મિનિટ પછી લીધેલી કસોટીમાં તે વ્યક્તિની નકારાત્મક ઊર્જા મોટા પ્રમાણમાં વધી હોવાનું જણાયું. વિવિધ પદાર્થ ગ્રહણ કર્યા પછી તેમની નકારાત્મક ઊર્જાની પ્રભાવળ ‘ચિકન ફ્રાય’માં 130 મિટર, ‘ફિશ ફ્રાય’માં 127 મિટર, ‘આમલેટ’માં 88 મિટર, મિક્સડ વેજિટેબલ’માં 73 મિટર હતી.

મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિધ્યાલયની સંશોધન કેંદ્રમાનાં રસોઈઘરમાં સેવા કરનારા સંત સાધિકાએ બનાવેલી ફ્લાવરનું સુકું શાક ગ્રહણ કર્યા પછી તે વ્યક્તિમાં નકારાત્મક ઊર્જા ન મળી; પરંતુ તેની સકારાત્મક ઊર્જાનું પ્રભાવળ 17.3 મિટર એટલું મળી આવ્યું.

આહાર વિશેના સંશોધનમાંથી સ્પષ્ટ થાય છે કે, આધ્યાત્મિક દષ્ટિએ સકારાત્મક આહાર વ્યક્તિનાં સર્વાંગણ આરોગ્યને પીઠબળ આપે છે. તે માટે આધ્યાત્મિક દષ્ટિએ સકારાત્મક આહાર, રસોઈ કરતી સમયે તેમજ આહાર ગ્રહણ કરતી સમયે નામજપ કરવું આવશ્યક હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.