દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૪૫૧ નવા કેસ નોંધાયા
નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસનો કહેર હજુ જાેવા મળી રહ્યો છે. જાેકે નવા મામલામાં થોડો વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૪૫૧ નવા મામલા સામે આવ્યા છે, જ્યારે ૨૬૬ લોકોના મોત થયા છે. જે બાદ મૃતકોની સંખ્યા ૪ લાખ ૬૧ હજાર ૫૭ થઈ ગઈ છે.
દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ ૭૧૨૪ નવા કેસ નોંધાયા છે અને ૨૧ સંક્રમિતોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૨૦૪ સંક્રમિતોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૨૬૨ દિવસના નીચલા સ્તર ૧,૪૨,૮૨૬ પર પહોંચી છે.
રિકવરી રેટ માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે ૯૮.૩૪ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં ૩ કરોડ ૩૭ લાખ ૬૩ હજાર ૧૦૪ લોકો ઠીક થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં ગઈકાલે ૨૮ લાખ ૪૦ હજાર ૧૭૪ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
જે બાદ અત્યાર સુધીમાં ૧૦૮ કરોડ ૨૧ લાખ ૬૬ હજાર ૩૬૫ લોકોને વેક્સિનના ડોઝ લાગી ચુક્યા છે. થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકે તેમ જણાવી ડો. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં થનારી ભીડ વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.SSS