મહેશ માંજરેકરે રણબીર કપૂરને કહ્યો બેસ્ટ અભિનેતા
મુંબઈ, બોલિવૂડ અને મરાઠી ફિલ્મોના પ્રોડ્યુસર, ડિરેક્ટર અને એક્ટર મહેશ માંજરેક અનેક મુદ્દાઓ પર પોતાના અભિપ્રાય ખુલીને વ્યક્ત કરતા હોય છે. મહેશ માંજરેકરે તાજેતરમાં જ એક ઈન્ટર્વ્યુમાં બોલિવૂડના કિંગખાન શાહરુખ ખાન પ્રત્યેના પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
મહેશ માંજરેકરને લાગે છે કે, શાહરુખ ખાને પોતાના ટેલેન્ટને ન્યાય નથી આપ્યો. શાહરુખ જેવા પાત્રો સ્ક્રીન પર ભજવી શકતો હતો તેવા પાત્રો તેણે હજી સુધી નથી ભજવ્યા. મહેશ માંજરેકરે આ વાતચીત દરમિયાન શાહરુખની સરખામણી રણબીર કપૂર અને રણવીર સિંહ સાથે કરી હતી.
વાતચીત દરમિયાન તેમણે પોતાના ફેવરિટ એક્ટર બાબતે વાત કરી હતી. તેમણે કહ્યું કે, મારો ઓલ ટાઈમ ફેવરિટ એક્ટર રણબીર કપૂર છે, કારણકે તે શ્રેષ્ઠ અભિનેતા છે. હું સલમાન ખાનનું નામ નહીં લઈ શકું કારણકે હું તેને મારા ભાઈ જેવો માનુ છું, માટે તેના પ્રત્યે પ્રામાણિક રહેવા માંગુ છું.
એક એક્ટર જેણે પોતાના ટેલેન્ટ સાથે ન્યાય નથી કર્યો તે છે શાહરુખ ખાન. સમસ્યા એ છે કે તે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા નથી માંગતો. શાહરુખને લાગે છે કે તેમની માત્ર લવર બોય વાળી ફિલ્મો જ ચાલે છે. મહેશ માંજરેકરે આ બાબતે વિસ્તારપૂર્વક વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજે લોકો કહેશે કે શાહરુખ ખાનની ફિલ્મો ચાલે છે. પણ હું કહીશ કે આ વાત સાચી નથી.
શાહરુખ તે જ પાત્રો ભજવે છે જે રણવીર સિંહ અને રણબીર કપૂર કરે છે. તો પછી લોકો શાહરુખની ફિલ્મો કેમ જુએ? લોકો શાહરુખને એવા પાત્રમાં જાેવા માંગે છે જે જાેઈને કહી શકે કે, આ રોલ શાહરુખ માટે હતો. મને લાગે છે તેમણે કંઈક અલગ કરવું જાેઈએ, અને તે સારું કામ કરશે.
તે ઘણો સારો અભિનેતા છે. રણવીર સિંહ પણ સારો અભિનેતા છે. પરંતુ જે અભિનેતામાં મને આગળ જવાની સંભાવના દેખાઈ રહી છે તે, આયુષ શર્મા છે. ઉલ્લેખનીય છે કે, મહેશ માંજરેકરે સલમાન ખાન અને આયુષ શર્માની અપકમિંગ ફિલ્મ અંતિમ- ધ ફાઈનલ ટ્રૂથનું ડિરેક્શન કર્યું છે. અંતિમનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. આ ફિલ્મ ૨૬મી નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે.SSS