અભિનેત્રી જ્હાન્વી કપૂરે પોતાના માટે નવું ઘર ખરીદ્યું
મુંબઈ, બોલિવુડની યંગ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે નવું ઘર ખરીદ્યું છે. જૂહુમાં ખરીદેલા આ નવા ઘરમાં જ્હાન્વી હજી શિફ્ટ નથી થઈ. ઈટાઈમ્સને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, જ્હાન્વી આ નવા ઘરમાં પોતાના પિતા બોની કપૂર અને બહેન ખુશી કપૂર સાથે રહેશે.
આ ઘરનું કામ હાલ ચાલી રહ્યું છે. એવામાં કપૂર પરિવારે બે દિવસ પહેલા જ ખુશી કપૂરનો બર્થ ડે નવા ઘરના ટેરેસ પર ઉજવ્યો હતો. ૫ નવેમ્બરે ખુશી કપૂરનો બર્થ ડે હતો ત્યારે તેણે પોતાનો ખાસ દિવસ અંગત મિત્રો, પરિવારજનો અને કેટલાક બોલિવુડ સેલેબ્સ સાથે ઉજવ્યો હતો.
જ્હાન્વી કપૂરના નવા ઘરે ખુશીની બર્થ ડે પાર્ટીમાં મહેમાન બનીને આવેલા સેલેબ્સેમાં ભૂમિ પેડનેકર, સુનીલ શેટ્ટીનો દીકરો અહાન અને તેની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ, અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ, વરુણ ધવનની ભત્રીજી અંજીની વગેરે હતા. જ્હાન્વી કપૂરના નવા ઘરની છતનો નજારો ખૂબસૂરત છે.
અહીં ડાઈનિંગ એરિયાથી લઈને સ્વિમિંગ પુલ અને પાર્ટી એરિયા છે. ટેરેસ પર ઊભા રહીને મુંબઈનો શાનદાર નજારો જાેઈ શકાય છે. જુઓ જ્હાન્વીના નવા ઘરની કેટલીક ખાસ તસવીરો. જ્હાન્વી કપૂરે પણ ખુશીના બર્થ ડે સેલિબ્રેશનની કેટલીક ખાસ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મીડિયા રિપોર્ટનું માનીએ તો, જ્હાન્વી કપૂરના નવા ઘરની કિંમત ૩૯ કરોડ રૂપિયા છે. ત્રણ માળમાં ફેલાયેલું ઘર ૩,૪૫૬ સ્ક્વેર ફૂટનું છે અને ખૂબ વિશાળ ટેરેસ છે. જૂહુ વિસ્તારમાં આવેલા ઘરની માત્ર સ્ટેમ્પ ડ્યૂટી પેટે જ્હાન્વીએ ૭૮ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. મીડિયા રિપોર્ટનું માનીએ તો, ગત વર્ષે ૭ ડિસેમ્બરે જ્હાન્વીએ આ ઘરની ડીલ ફાઈનલ કરી હતી.
વર્કફ્રંટની વાત કરીએ તો, જ્હાન્વી કપૂર કરણ જાેહરની ફિલ્મ ‘દોસ્તાના ૨’માં જાેવા મળશે. આ સિવાય કરણ જાેહરની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં પણ જ્હાન્વી મહત્વના રોલમાં છે. આ ફિલ્મમાં જ્હાન્વી ઉપરાંત આલિયા ભટ્ટ, અનિલ કપૂર, રણવીર સિંહ, વિકી કૌશલ, કરીના કપૂર અને ભૂમિ પેડનેકર છે. આ સિવાય જ્હાન્વી કપૂરે ‘ગુડ લક જેરી’નું પણ શૂટિંગ પૂરું કર્યું છે. મહત્વનું છે કે, જ્હાન્વીની નાની બહેન ખુશી કપૂર પણ ટૂંક સમયમાં જ બોલિવુડમાં ડેબ્યૂ કરશે તેવી ચર્ચા છે.SSS