સુકમામાં CRPF જવાનના ફાયરિંગમાં ૪ સાથીનાં મોત
સુકમા, છત્તીસગઢના સુકમાથી મોટા સમાચાર આવ્યા છે. આ નક્સલી વિસ્તારમાં તૈનાત એક સીઆરપીએફજવાને પોતાના જ સાથીઓ પર ફાયરિંગ કર્યું. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૪ જવાનોના મોત થયા છે. જ્યારે ૩ જવાન ઘાયલ થયા છે. ગોળી ચલાવનારા સીઆરપીએફ જવાન રિતેશ રંજનને અટકાયતમાં લેવાયો છે અને અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે.
ઘટના રાતે લગભગ ૩.૨૫ વાગ્યાની છે અને સુકમા જિલ્લાના મરઈગુડાના લિંગનપલ્લીમાં સીઆરપીએફની ૫૦મી બટાલિયન કેમ્પમાં જવાને સાથી જવાનો પર જ ફાયરિંગ કરી નાખ્યું. ફાયરિંગ કરનારા જવાનનું નામ રિતેશ રંજન હોવાનું કહેવાય છે.
જે રાતે ડ્યૂટી પર તૈનાત હતો. જાે કે હજુ પણ અચાનક તેણે આ રીતે પોતાના જ સાથી જવાનો પર ફાયરિંગ કેમ કર્યું તેનું કારણ સામે આવ્યું નથી. ઘટના રાતે લગભગ ૩.૨૫ વાગ્યાની છે અને સુકમા જિલ્લાના મરઈગુડાના લિંગનપલ્લીમાં સીઆરપીએફની ૫૦મી બટાલિયન કેમ્પમાં જવાને સાથી જવાનો પર જ ફાયરિંગ કરી નાખ્યું.
ફાયરિંગ કરનારા જવાનનું નામ રિતેશ રંજન હોવાનું કહેવાય છે. જે રાતે ડ્યૂટી પર તૈનાત હતો. જાે કે હજુ પણ અચાનક તેણે આ રીતે પોતાના જ સાથી જવાનો પર ફાયરિંગ કેમ કર્યું તેનું કારણ સામે આવ્યું નથી. ફાયરિંગમાં મૃત્યુ પામેલા જવાનોમાં ધનજી, રાજીવ મંડલ રાજમણી કુમાર યાદવના નામ સામેલ છે.SSS