Western Times News

Gujarati News

વાનખેડેની સાળીની ડ્રગ્સના કારોબારમાં સંડોવણી: મલિક

મુંબઈ, મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ બાદ મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિક સરેઆમ એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સામે ગંભીર આરોપ લગાવતાં આવ્યા છે. સમીર વાનખેડેની જાતિ, લગ્ન સહિત પર્સનલ લાઈફ અંગે પણ મલિકે આરોપો લગાવ્યા છે.

આ વચ્ચે હવે નવાબ મલિક દ્વારા સમીર વાનખેડેની સાળીને લઈને સનસનીખેજ આરોપ લગાવ્યો છે. નવાબ મલિકે કહ્યું કે, સમીર વાનખેડેની સાળી ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલી છે કે નહીં તે અંગે વાનખેડેને જવાબ આપવો પડશે. તો મલિકના આ આરોપોને લઈને વાનખેડેની પણ પ્રતિક્રિયા સામે આવી છે.

નવાબ મલિકે અગાઉ સમીર વાનખેડે પર આરોપ લગાવતાં કહ્યું હતું કે, ખંડણી માટે આર્યન ખાનનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેવામાં આજે નવાબ મલિકે સમીર વાનખેડેના પત્ની ક્રાંતિ રેડકરની બહેન હર્ષદા રેડકરની સામે પૂણેની કોર્ટમાં ડ્રગ્સ વેચવાનો કેસ ચાલી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.

નવાબ મલિકે ટ્‌વીટ મારફતે પુરાવા રજૂ કરતાં લખ્યું હતું કે, સમીર દાઉદ વાનખેડે, શું તમારી સાળી હર્ષદા દીનાનાથ રેડકર ડ્રગ બિઝનેસમાં સંડોવાયેલી છે? તમારે આનો જરૂરથી જવાબ આપવો પડશે, કેમ કે પુણેની કોર્ટમાં હજુ પણ તેનો કેસ પેન્ડિંગ છે.

આ સાથે મલિકે પુરાવા રજૂ કરતી તસવીર પણ શેર કરી હતી. જાે કે, બીજી બાજુ એનસીબી ઓફિસર સમીર વાનખેડે પણ નવાબ મલિકના તમામ આરોપોને ફગાવતાં સ્પષ્ટતા આપતાં રહ્યા છે. પોતાની સાળી પર મલિક દ્વારા લગાવવામાં આવેલાં આરોપો સામે પણ સમીર વાનખેડેએ સ્પષ્ટતા આપતાં જણાવ્યું હતું કે, જ્યારે જાન્યુઆરી ૨૦૦૮માં આ કેસ થયો હતો, ત્યારે હું નોકરીમાં પણ ન હતો, અને ક્રાંતિ રેડકર સાથે મેં વર્ષ ૨૦૧૭માં લગ્ન કર્યાં હતા.

તો હું કેવી રીતે આ કેસ સાથે કોઈપણ રીતે જાેડાયેલો હોઈ શકું છું? ઉલ્લેખનીય છે કે, રવિવારે નવાબ મલિકે સમીર વાનખેડે સામે આરોપ લગાવતાં કહ્યું હતું કે, સમીર વાનખેડે આર્યન ખાનને ખંડણી માટે કિડનેપ કરવાના ષડયંત્રનો ભાગ હતા.

ભારતીય જનતા પાર્ટીના નેતા મોહિત આ આખા ષડયંત્રના માસ્ટરમાઈન્ડ હતા. આ ઉપરાંત મલિકે કહ્યું હતું કે, સમીર વાનખેડે મોહિત ભારતીયને ઓશિવારામાં મળ્યા હતા. આર્યન ખાને ક્રૂઝ પાર્ટી માટેની ટિકિટ નહોતી ખરીદી.

પ્રતિક ગાબા અને આમિર ફર્નિચરવાલા તેને ક્રૂઝ પર લઈ ગયા હતા. આ અપહરણ અને ખંડણીનો કેસ છે. મોહિત આ કેસનો માસ્ટરમાઈન્ડ છે અને ખંડણી બાબતે સમીર વાનખેડે તેનો પાર્ટનર છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.