પ્રાચી દેસાઇને હાલમાં કોઇ જ ફિલ્મ મળી રહી નથી
મુંબઇ, બોલિવુડમાં bollywood ઘણા સમયથી હોવા છતાં ટોપ અભિનેત્રી તરીકે ઉભરી આવવામાં નિષ્ફળ રહેલી અભિનેત્રી પ્રાચી દેસાઇ prachi desai નિરાશ થઇ નથી. તે આશાવાદી બનેલી છે. બીજી બાજુ આડેધડ કોઇ ફિલ્મ કરવાની પણ તેની ઇચ્છા નથી. હાલમાં પાકિસ્તાની એડની (refuse offer of pakistani advertisement) ઓફરને ફગાવી ચુકેલી પ્રાચીનુ કહેવુ છે કે તે કોઇ વિવાદમાં બિનજરૂરીતે પડવા માંગતી નથી. એક પાકિસ્તાની એડમાં કામ કરવા માટે તેને ઓફર કરવામાં આવી હતી.
જો કે પ્રાચીએ તરત જ આને ફગાવી દીધી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ ખુબ તંગ બનેલા છે ત્યારે તે કોઇ વિવાદ થાય તેવા કામ કરવા માટે તૈયાર નથી. જાણકાર સુત્રોએ કહ્યુ છે કે પ્રાચીને એક પાકિસ્તાની બ્યુટી બ્રાન્ડ (Pakistan beauty brand) દ્વારા જાહેરાતમાં કામ કરવા માટેની ઓફર કરવામાં આવી હતી. પરંતુ પ્રાચીએ ઓફરને ફગાવી દીધી હતી. તેનુ કહેવુ છે કે બન્ને દેશો વચ્ચેના સંબંધ ખરાબ થયેલા છે ત્યારે આવી જાહેરાતમાં કામ કરવાની બાબત તેના માટે યોગ્ય રહેશે નહી.
પ્રાચી દેસાઇ થોડાક સમય પહેલા રજૂ થયેલા ક્રિકેટર અઝહરુદ્દીનની (cricketer azharuddin) લાઇફ પર બનેલી અઝહર ફિલ્મમાં દેખાઇ હતી. તે અઝહરુદ્ધીનની પ્રથમ પત્નિ તરીકે ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મમાં અઝહરની ભૂમિકા ઇમરાન હાશ્મીએ (Imran hashmi) અદા કરી હતી. બોલિવુડમાં હાલમાં નવી નવી અભિનેત્રીઓ એન્ટ્રી કરી રહી છે ત્યારે તે પણ સ્પર્ધામાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી છે.
તેને ફિલ્મો મળવામાં મુશ્કેલી નડી રહી છે. વિતેલા વર્ષોમાં તે કેટલીક મોટી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. જેમાં અજય દેવગન (ajay devgan) અને ઇમરાન હાશ્મી સાથેની ફિલ્મનો સમાવેશ થાય છે. પ્રાચી માને છે કે તે ફિલ્મની પટકથા મુજબ કોઇ પણ રોલ કરવા માટે તૈયાર રહે છે. ફિલ્મ ઉપરાંત તે જાહેરાત મારફતે પણ સારી કમાણી કરી રહી છે.