સ્ટર્લિંગ હોસ્પીટલે ચાર દર્દીઓ પાસેથી સારવારના ૬૭ લાખ પડાવ્યા
૪ દર્દીએ ડો.સોનિયાને ફાઈલ આપીઃ ભોગ બનેલા ૧૦ દર્દીઓ જાહેરમાં બહાર આવ્યા
વડોદરા, કોરોના મહામારીને અવસર માની બેઠેલા સ્ટર્લિંગ હોસ્પીટલના મેનેજમેન્ટે મહિલા ડોક્ટરના નામે રૂા.ર૦ કરોડ દર્દીઓ પાસેથી ઉઘરાવી લીધા હોવાના આક્ષેપ બાદ તબીબી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ડો.સોનિયા દલાલના નામે જે દર્દીઓ પાસેથી હોસ્પીટલે ઉઘાડી લૂૃંટ ચલાવી છે
એ દર્દીઓને તેમની મહેનતના રૂપિયા પાછા અપાવવા માટે જંગ શરૂ કરાયો છે. ત્યારે આજે ભરૂચ, દાહોદ, અને વડોદરાના ૧૦ દર્દીઓ, ડો.સોનિયા દલાલની સાથે લડાઈમાં જાેડાયા હતા. જેમાં ચાર દર્દીઓએ તેમની પાસેથી સ્ટર્લિંગે રૂા.૬૭ લાખ વસુલ કર્યા હોવાના પુરાવા સાથે ફાઈલ આપી છે.
કોર્પોરેટ હાઉસના નામે દર્દીઓ પાસેથી ઉઘાડી લુંટફાટ ચલાવતી ઈલોરા પાર્કની સ્ટર્લિંગ હોસ્પીટલ અગાઉ પણ વિવાદમાં આવી ચુકી છે. અગાઉ દર્દીઓ અને તેમના સગા-વ્હાલા તેમની આપવીતિ જણાવતા હતા. પરંતુ તેઓ ખોટા આક્ષેપો કરે છે એમ કહી મામલો રફેદફે કરી દેવામાં આવતો હતો. અને આમેય ખોટાની પાંચશેરી ભારે જ હોય.
ખોટી વ્યક્તિ હોય એ બુમબરાડા પાડીને સાચી વ્યક્તિને દબાવી દેતી હોય છે. અને પોતે જ સાચી હોવાનું ખોટી રીતે પૂરવાર કરતા હોય છે.
જાે કે આ વખતે સ્ટર્લિુૃંગ હોસ્પીટલમાં કોરોના કાળમાં ફરજ બજાવનાર ડો.સોનિયા દલાલે જ હોસ્પીટલ મેનેજમેન્ટના કાળા ચિઠ્ઠા ખોલતા હલચલ મચી જવા પામી છે. કોરોના દરમ્યાન સ્ટર્લિંગ હોસ્પીટલ દ્વારા ડો.સોનિયા દલાલના નામે અધધ… ર૦ કરોડ રૂપિયા દર્દીઓ પાસેથી ઉઘરાવી લેવામાં આવ્યા હોવાની ચોંકાવનારો આક્ષેપ કરાયો છે.
આ બાબતે ખુદ પલ્મોનોલોજીસ્ટ ડો.સોનિયાબેને સ્ટર્લિંગ હોસ્પીટલના સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવા ક્રાઈમ બ્રાંચમાં અરજી આપી છે. જેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
માનવતાને નેવે મુકીને દર્દીઓના ખિસ્સાની ચીરફાડ કરતા સ્ટર્લિગ હોસ્પીટલના સંચાલકોના કાળા ચિઠ્ઠા મીડીયામાં પ્રસિધ્ધ થયા હતા. જે જાણીને આજે ભરૂચ, દાહોદ અને વડોદરાના ૧૦ દર્દીઓ ડો.સોનિયાબેન સાથેની લડાઈમાં જાેડાયા છે. જેમાં ૪ દર્દીઓએ સ્ટર્લિંગ હોસ્પીટલ દ્વારા વસુલ કરવામાં આવેલી તગડી ફી સાથેના પુરાવા ડો.સોનિયાબેનને આપ્યા હતા. જેમાં એક દર્દીની એક મહિનો સારવાર કર્યા બાદતેનું મોત થયુ હતુ.
પરંતુ હોસ્પીટલે રૂા.ર૮ લાખનુૃ બીલ વસુલ કર્યુ હતુ. દર્દીની પુત્રી અને પત્ની પણ સ્ટર્લિંગમાં દાખલ હતા. જ્યારે બીજા દર્દીએ એક મહિનો સારવાર લેતા તેનું રૂા.ર૭ લાખનુૃં બિલ આપ્યુ હતુ. ત્રીજા દર્દી પાસેથી આઠ દિવસની સારવારના રૂા.આઠ લાખ અને ચોથા દર્દીને ૭ દિવસનુૃ રૂા.૪.૬૮ લાખ બીલ આપવામાં આવ્યુ હતુ.