જેતપુરના બોરડી સમઢીયાળામાં બસ સ્ટોપજ અપાતો ન હોવાથી હાલાકી
જેતપુર, જેતપુર એસ.ટી.બસની બોરડી સમઢીયાળાની રૂટની સવારની વહેલી બસનો સ્ટોપ આપવા તેમજ જૂના રૂટની બસ બંધ કરી એ મામલે ગ્રમ પંચાયત દ્વારા ડેપો મેનેજરને લેખિત રાવ કરવા છતાં એસ.ટી.તંત્ર જાણે કામકાજ ન કરતું હોાવની ફરીયાદ ઉઠવા પામી છે.
બોરડી સમઢીયાળા ગામના સરપંચ દ્વારા એસ.ટી.ડેપો મેનેજરને એક પત્ર પાઠવીને જણાવ્યુ છ કે જેતુપરથી સવારે ૬ કાકે ઉપડતી તોરણિયા-મહુવા રૂટની બસ સૌથી પહેલાં બોરડી સમઢીયાળા ગામ આવે છતાં સ્ટોપ કરવામાં આવતી નથી. જેના કારણે કોઈ દર્દીઓને નાછુટકે જેતપુર અથવા દેવકી ગાલોળ જવુ પડે છે.
તેમાંય કંડકટર દ્વારા દેવડીગાલોળનુ ભાડુ ચુકવીને મુસાફરોને બોરડી સમઢીયાળા ગામ સુધીની મુસાફરી કરવી પડે એટલે કે ડબલ રૂપિયા ચુકવીને બસમાં આવનજાવન કરવી પડતી હોય છે.
આ ઉપરાંત વર્ષોથી જેતપુર-ચુડા રૂટની સવારે પ.૩૦ કલાકે ચાલતી બસ કોરોના કાળ બાદ સાવ રૂટ જ કેન્સલ કરતા આ ગામમાં મોટાભાગ ના મુસાફરોને અન્ય ખાનગી વાહનોનો સહારો લઈને નાછૂટકે ડબલ રૂપિયા ચુકવીને મુસાફરી કરવી પડે છે
ખેતીકામ મજુરી કરતા મજુરો મોટાભાગના આ રૂટમાં જ મુસાફરી કરતા હોય છે. છતાં ડેપો મેનેજરે પોતાની મનમની કરીને રૂટ કેન્સલ કરતા ભારે દેકારો મચી જવા પામ્યો છે. જૂનાગઢ નિયામક કચેરી દ્વારા તાત્કાલિક ધોરણે આ બંન્નેે માંગણી ધ્યાને લે એવી ગ્રામ્યજનોની માંગણી છે.
આ મામલે એસટી ડેપો મેનેજર મીરે જણાવ્યુ હતુ કે તોરણિયા-મહુવા રૂટની બસને બોરડી સમઢીયાળા સ્ટોપ આપવા બાબતે ભાવનગર વિભાગના મહુવામાં આવતો હોવાથી ત્યાં પત્ર મોકલી અપાયો છ.ે. તેમજ જેતપુર-ચુડા રૂટ સવારની વહલી પ.૩૦ કલાકની ચાલુ કરવા માટે જૂનાગઢ નિયામક કચરી દ્વારા જણાવવામાં આવશે. ત્યારબાદ કાયમી શરૂ કરવામાં આવશે.