રાજસ્થાનનાં ખેડૂતો પંજાબમાંથી પેટ્રોલ-ડીઝલ પૂરાવી રહ્યા છે
નવીદિલ્હી, કેન્દ્ર સરકારનાં ર્નિણય બાદ તેલ કંપનીઓએ દિવાળીથી જ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ઘટાડો કર્યો છે. જેના કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આઇઓસી,એચપીસીએલ અને બીપીસીએલે આજે પણ તેલની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી.
જાે કે દેશનાં એક માત્ર શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ આજે પણ આસમાને દેખાઇ રહ્યો છે.સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા આજે છઠ્ઠા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બુધવારે ડીઝલની કિંમત ૧૧ રૂપિયાથી ૧૩ રૂપિયા જ્યારે પેટ્રોલની કિંમતમાં ૭ રૂપિયાથી ૮ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
આમ છતાં રાજસ્થાનનાં શ્રી ગંગાનગરમાં સૌથી મોંઘુ પેટ્રોલ ૧૧૬.૩૪ રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ હજુ પણ અહીં ૧૦૦ રૂપિયાથી વધુ છે. આ ભાવ વધારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
શ્રીગંગાનગરની સરખામણીમાં પંજાબમાં પેટ્રોલ અને ડીઝલનાં દરમાં ઘટાડા બાદ રાજસ્થાનનાં ખેડૂતો પંજાબનાં પંપ પર પેટ્રોલ અને ડીઝલ ભરવા બોર્ડર પર ઉમટી પડ્યા છે. અત્યારે રાજસ્થાન કરતાં પંજાબમાં ડીઝલ ૨૦ રૂપિયા સસ્તું છે. આ જાેઈને ખેડૂતો પંજાબથી ડ્રમ ભરીને ડીઝલ લઈ રહ્યા છે. જેના કારણે પંજાબને અડીને આવેલા રાજસ્થાનનાં શ્રીગંગાનગર જિલ્લાને અડીને આવેલા ગુમજાલ ગામમાં વાહનોની કતાર લાગી છે.
જણાવી દઇએ કે, રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૩.૯૭ રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત ૮૬.૬૭ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૦૯.૯૮ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૪.૧૪ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત ૧૦૪.૬૭ રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત ૮૯.૭૯ રૂપિયા પ્રતિ લીટર છે.
વળી, ચેન્નાઈમાં પેટ્રોલ ૧૦૧.૪૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૯૧.૪૩ રૂપિયા પ્રતિ લીટર છે. વધુમાં જણાવી દઇએ કે, ભાજપ શાસિત રાજ્યોમાં પેટ્રોલનાં ભાવ ઘટીને ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરની નીચે આવી ગયા છે. પરંતુ રાજસ્થાનનાં જયપુરમાં પેટ્રોલ ૧૧૧.૧૦ રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે મળે છે. બિહારમાં ૧૦૫.૯૦ પ્રતિ લીટર ઉપલબ્ધ છે.
આપને જણાવી દઈએ કે, દિવાળીનાં એક દિવસ પહેલા પેટ્રોલમાં ૫ રૂપિયા અને ડીઝલમાં ૧૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ કપાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ સાથે, ઘણા રાજ્યોમાં રાજ્ય સરકારોએ પણ કિંમતોમાં ઘટાડો કર્યો છે. જણાવી દઇએ કે, રાજસ્થાનમાં પેટ્રોલ પર સૌથી વધુ ૩૦.૫૧ રૂપિયા પ્રતિ લીટર વેટ છે. તે પછી મહારાષ્ટ્ર (રૂ. ૨૯.૯૯), આંધ્રપ્રદેશ (રૂ. ૨૯.૦૨) અને મધ્યપ્રદેશ (રૂ. ૨૬.૮૭) છે.
અંદામાન અને નિકોબારમાં સૌથી ઓછો વેટ રૂ. ૪.૯૩ પ્રતિ લીટર છે. એ જ રીતે, ડીઝલની મૂળ કિંમત ચેન્નાઈમાં ૫૨.૧૩ રૂપિયા પ્રતિ લિટરથી લદ્દાખમાં ૫૯.૫૭ રૂપિયા પ્રતિ લીટર છે. તેના ઉપર કેન્દ્ર સરકાર ૨૧.૮૦ રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે.
આંધ્ર પ્રદેશમાં રૂ. ૨૧.૧૯ પ્રતિ લીટર વેટ લાગુ પડે છે. મહારાષ્ટ્રમાં ૨૦.૨૧ રૂપિયા પ્રતિ લીટર વેટ વસૂલવામાં આવી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં સૌથી ઓછો વેટ ૪.૪૦ રૂપિયા પ્રતિ લીટર અને અંદામાન અને નિકોબારમાં ૪.૫૮ રૂપિયા છે. પેટ્રોલ પંપ ડીલરોને પેટ્રોલ પર ૩.૮૫ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ૨.૫૮ રૂપિયા પ્રતિ લીટર કમિશન આપવામાં આવે છે.SSS