આતંકવાદીઓએ ૧ ઓક્ટોબરથી અત્યાર સુધી ૧૩ લોકોની ઘાટીમાં હત્યા કરી
શ્રીનગર, ઘાટીમાં આતંકવાદીઓ સતત સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. એક વાર ફરીથી આતંકવાદીઓએ શ્રીનગરમાં એક સામાન્ય નાગરિકની હત્યા કરી દીધી છે. રિપોર્ટ અનુસાર સોમવારે સાંજે આતંકવાદીઓએ સેલ્સમેનની હત્યા કરી દીધી.
છેલ્લા ૨૪ કલાકમાં આતંકવાદીઓએ ઘાટીમાં બીજી વાર સામાન્ય નાગરિકને નિશાન બનાવ્યા છે. જે વ્યક્તિ પર આતંકવાદીઓએ ગોળીઓ ચલાવી છે તેનુ નામ મોહમ્મદ ઈબ્રાહિમ ખાન છે. ઈબ્રાહિમ બાંદીપોરના રહેવાસી હતા અને રોશનલાલ માવાની દુકાન પર કામ કરતા હતા.
આ દુકાન કાશ્મીરી પંડિતની છે. રોશનલાલે ૨૦૧૮માં આ બિઝનેસ શરુ કર્યો હતો. શ્રીનગર પોલિસના પ્રવકતાએ જણાવ્યુ કે બાંદીપોરાના રહેવાસી મોહમ્મદ ઈબ્રાહિમ ખાન પર આતંકવાદીઓએ ગોળીએ ચલાવી. આ આતંકી ઘટનામાં ઈબ્રાહિમને ગોળી વાગી ગઈ ત્યારબાદ તેને તરત હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો જ્યાં ઈલાજ દરમિયાન તેનુ મૃત્યુ થઈ ગયુ. વિસ્તારને સંપૂર્ણપણે ઘેરી લેવામાં આવ્યો છે જેથી હુમલાખોરોની ધરપકડ રોકી શકાય.
તમને જણાવી દઈએ કે રવિવારની રાતે પણ પોલિસ કૉન્સ્ટેબલ તૌસીફ અહમ વાનીની આતંકવાદીઓએ હત્યા કરી દીધી હતી.૧ ઓક્ટોબર પછી ઘાટીમાં આ ૧૩મી હત્યા છે. આતંકવાદીઓએ પાંચ બહારના મજૂરોને પણ મોતને ઘાટ ઉતાર્યા છે. આતંકવાદીઓ સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા અમુક દિવસોમાં ઘણી વાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે.
આ હત્યામાં શામેલ આતંકવાદીઓ સાથે સુરક્ષાકર્મીઓની સતત અથડામણ થઈ રહી છે. ઓક્ટોબર મહિનામાં જે ૧૧ લોકોની હત્યા થઈ છે તેમાંથી ૭ લોકો શ્રીનગરના હતા. ઘાટીમાં જે રીતે સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેનાથી લોકોમાં ડરનો માહોલ છે. હાલમાં જ ગૃહમંત્રી અમિત શાહ ઘાટી પહોંચ્યા હતા. તે દરમિયાન તેમણે સામાન્ય નાગરિકો પર હુમલા વિશે ચર્ચા કરી હતી.
ચાર કલાક સુધી ચાલેલી બેઠક દરમિયાન અમિત શાહે તમામ તપાસ એજન્સીઓ અને સુરક્ષાકર્મીઓને નિર્દેશ આપ્યા હતા કે તે આતંકવાદીઓને ઘાટીમાંથી ખતમ કરવાની પૂરી કોશિશ કરે.HS