દેશમાં ઈલેક્ટ્રિક વાહનો માટે 22000 ચાર્જિંગ પોઈન્ટ ઉભા કરવાની કવાયત શરુ
નવી દિલ્હી, દેશમાં સરકારી પેટ્રોલિયમ કંપનીઓ HPC, BPCL, IOC દ્વારા 22000 ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે તેવુ પેટ્રોલિમ મંત્રી હરદીપ સિંહ પુરીનુ કહેવુ છે.
તેમણે કહ્યુ હતુ કે, આ પૈકી BPCL 7000 EV, HPCL 5000, IOC 10,000 EV લગાવશે.
દરમિયાન સરકારે ઈલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધે તે માટે બજારોમાં પણ ચાર્જિંગ પોઈન્ટ આપવાનુ નક્કી કર્યુ છે.પેટ્રોલ પંપોને પણ આ પ્રકારના પોઈન્ટ લગાવવા માટે પરવાનગી અપાઈ છે.
ભારતમાં સોલર એનર્જીને પણ મહત્વ અપાઈ રહ્યુ છે.જેના કારણે ઈલેક્ટ્રિક વ્હીકલનુ ચાર્જિંગ પણ સસ્તુ અને અસરકારક રહેશે.
પેટ્રોલ પંપોને પણ આ પ્રકારના ચાર્જિંગ પોઈન્ટ સ્થાપવાની છુટ અપાઈ છે અને આ માટે પેટ્રોલ પંપ સ્થાપવાના ધારા ધોરણો પણ હળવા કરાયા છે.
એક અંદાજ પ્રમાણે 70000થી માંડીને અઢી લાખ રુપિયાના ખર્ચમાં ચાર્જિંગ સ્ટેશન ઉભા કરી શકાય તેમ છે.હાલમાં ભારતમાં એસી અને ડીસી ચાર્જિંગ સક્ષમ છે.જોકે હેવી વ્હીકલ માટે સીસીએસ અથવા કેડેમો ચાર્જર લગાવવા પડશે.ભારતમાં જોકે હાલમાં 50 કેવીથી વધારે બેટરી ધરાવતા ઈલેક્ટ્રિક વાહનો બનવાના શરુ થયા નથી.