અક્ષયની ફિલ્મ સૂર્યવંશીમાં રોહિત શેટ્ટીથી એક ભૂલ થઈ
મુંબઈ, બોલિવુડના પોપ્યુલર ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ રિલીઝ થઈ ત્યારથી ચર્ચામાં છે. ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ સિવાય બોક્સ ઓફિસ પર પણ સારો વકરો કરી રહી છે. પરંતુ ફિલ્મ અને રોહિત શેટ્ટી સીનના કારણે ટ્રોલ થઈ રહ્યા છે.
ફિલ્મ સિમ્બામાં જે એક્ટરને વિલનનો ભાઈ દેખાડવામાં આવ્યો હતો તે ‘સૂર્યવંશી’માં એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડનો ઓફિસર બન્યો છે. આ વાત દર્શકોના ધ્યાનમાં આવતા રોહિત શેટ્ટીને ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે બંને ફિલ્મની તસવીર શેર કરી છે અને લખ્યું છે ‘સિમ્બામાં જે વિલનનો ભાઈ બન્યો હતો, તે સૂર્યવંશીમાં ટેરરિઝમ સ્ક્વોડનો અધિકાર હન્યો છે.
અને પછી આ લોકો બનાવશે એવેન્જર્સ જેવી યુનિવર્સ. આરઆઈપી લોજિક. એક યૂઝરે મજાક કરતા લખ્યું છે ‘સિમ્બાએ ધરપકડ કર્યા બાદ. તેને તેની ભૂલ સમજાઈ હતી અને બાદમાં દેશની સેવા કરવાનું નક્કી કર્યું હતું. અન્ય યૂઝરે લખ્યું છે ‘આ સમાંતર યુનિવર્સ છે.
પાત્રો એક યુનિવર્સમાંથી બીજા યુનિવર્સમાં કૂદી પડે છે. આ રોહિત શેટ્ટીનો માસ્ટરસ્ટ્રોક છે. કારણ કે, એક યુનિવર્સમાં જયકાંત શિકરે હીરો હશે અન સિંઘમ, સૂર્યવંશી તેમજ સિમ્બા વિલન હશે’. એક એક્ટર પહેલા વિલન હતો, તે બીજી ફિલ્મમાં અધિકારી કેવી રીતે બની ગયો તે ફેન્સ જાણવા માગે છે સૂર્યવંશી ૫મી નવેમ્બરે રિલીઝ થઈ હતી.
ફિલ્મે પહેલા દિવસે ૨૬.૨૯ કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ૨૩.૮૫ કરોડ અને ત્રીજા દિવસે ૨૬.૯૪ કરોડનો વકરો કર્યો હતો. ફિલ્મે અત્યારસુધીમાં ૭૭.૦૮ કરોડની કમાણી કરી છે. ફિલ્મ ખૂબ જ જલ્દી ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષથી અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીના ફેન્સ ફિલ્મ રિલીઝ થવાની રાહ જાેઈ રહ્યા હતા.
પરંતુ કોરોના મહામારીના કારણે ફિલ્મની રિલીઝ ટળી હતી. દોઢ વર્ષમાં ઘણી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી પરંતુ ‘સૂર્યવંશી’ થિયેટરમાં જઈને લોકો જુએ તેમ રોહિત શેટ્ટી ઈચ્છતો હતો. ‘સૂર્યવંશી’ દેશભરમાં ૪ હજારથી વધુ સ્ક્રીન પર રિલીઝ થઈ છે, તો દુનિયાભરની ૫૨૦૦ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે.SSS